લોકભાષા-ભુજ :
ઈદ-એ-મિલાદદુનબી નિમિતે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા
આ તહેવાર મહત્વનો છે આજના દિવસે ઇસ્લામના સ્થાપક પયગંબર મોહમ્મદનો જન્મ થયો હતો. એવું માનવામાં આવે છે કે પયગંબર મોહમ્મદનો જન્મ મક્કામાં થયો હતો. કહેવાય છે કે અલ્લાહે હઝરત મોહમ્મદને અવતારના રૂપમાં મોકલ્યા હતા. પયગંબર મોહમ્મદના પિતા અબ્દુલ્લા બિન અબ્દુલ મુત્તાલિબ હતા, જ્યારે તેમની માતા આમેના હતા. ઈદ-એ-મિલાદ પયગંબર મોહમ્મદના જન્મની યાદમાં દર વર્ષે ઉજવવામાં આવે છે.
આજે ભુજમાં મહેફિલે બાગે રસુલ કમિટી દ્વારા ઝુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું.વિવિધ માર્ગો પર ઝુલુસ નીકળ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.

ભુજ ઉપરાંત મુન્દ્રા, માંડવી, નખત્રાણા, નલિયા, ખાવડા, હાજીપીર, રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ઈદ નિમિતે ઝુલુશનું આયોજન કરાયું હતું. મુસ્લિમ બિરાદરોએ એકમેકને શુભકામના પાઠવી હતી


