લોકભાષા-ભુજ :
આજે જિલ્લા મથક ભુજ શહેર સહિત સરહદી ગામો ઠંડીમાં ધ્રુજી ઉઠ્યા હતા. ભુજના જાહેર માર્ગો ઉપર સવારના સમયે સન્નાટો જોવા મળ્યો હતો. શિતમથક નલિયામાં આજે 3.2 ડીગ્રી લઘુતમ તાપમાન સાથે વર્ષનું સૌથી નીચું તાપમાન નોંધાતા રાજ્યમાં ઠંડા મથકોમાં અગ્ર સ્થાને જળવાઈ રહ્યું હતું. જ્યારે લખપત તાલુકાના દયાપરમાં 4 ડીગ્રી તાપમાન સાથે ઠંડીએ પોતાની તિવ્રતા બતાવતા લોકોને દિવસે પણ તાપણા નો આશરો લેવા મજબૂર બનવું પડ્યું હતું.
ભુજ શહેરમાં આજે સવારના સમયે ધમધમતો કોલેજ લોકોની ચહલપહલ વિના સુનકાર જોવા મળ્યો હતો. પસાર થતી સ્કૂલ બસો અને રિક્ષાઓમાં છાત્રોની હાજરી પણ ઓછી જોવા મળી હતી.


