લોકભાષા-ભુજ :
કચ્છમાં શિયાળાની મોડી શરૂઆત બાદ ઠંડીએ એક માસ સુધી પોતાની પકડ જમાવી રાખતા જનજીવન શીતલહેરમાં જકડાઈ ગયું હતું, જોકે છેલ્લા ત્રણ દિવસથી લઘુતમ તાપમાનનો પારો સામાન્ય સ્તરે ઊંચકાતા હાલ ઠંડકમાં આંશિક રાહતનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે,
નવા વર્ષના પ્રારંભ સાથે જિલ્લામાં ઠંડીનો લઘુતમ પારો સામાન્ય ક્રમે ઊંચો ચડતા હાલ સવાર સાંજ લોકો ફુલગુલાબી ઠંડીનો માહોલ માણી રહ્યા છે. ભુજ શહેરમાં સવારે અને સાંજના સમયે લોકોની ચહલ પહાલમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો રાત્રિ સમયની એસટી બસમાં પ્રવાસીઓની હાજરી પણ હવે વધી રહ્યાનું જાણવા મળ્યું હતું.

