લોકભાષા-ભુજ :
કચ્છમાં ફૂડ વિભાગ દ્વારા અવારનવાર મીઠાઈ ફરસાણના નમુના લેવાનું નાટક કરવામાં આવે છે આ સેમ્પલો લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે પરંતુ મહિનાઓ સુધી રિપોર્ટના અહેવાલ આવતા નથી
કચ્છમાં ફૂડ વિભાગની કામગીરી શંકાસ્પદ રહી છે કારણકે વાર તહેવારે દેખાતું ફૂડ વિભાગ માત્ર સેમ્પલ લઈને જ સંતોષ માની લે છે.
વડી કચેરી દ્વારા આપવામાં આવતી સૂચના બાદ થોડા ઘણા સેમ્પલ લઈ તપાસ માટે મોકલી દેવામાં આવે છે બાદમાં કોઈ કાર્યવાહી થતી નથી.હાલમાં પણ દિવાળીના સમયમાં અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લીધાનો દાવો કરાયો હતો અન્ય જિલ્લાઓમાં ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવે તો પણ માહિતી જાહેર કરવામાં આવે છે જેથી લોકોને ખ્યાલ પડે અને તે ખાવાલાયક છે કે નહીં તેની પણ બાદમાં માહિતી જાહેર કરવામાં આવતી હોય છે પરંતુ કચ્છમાં સેમ્પલ ક્યાંથી લીધા તે પણ જાહેર નથી કરાતું અને રિપોર્ટ આવી ગયા બાદ તે ખાવા લાયક હતું કે નહીં તે બાબતે પણ પેઢીનું નામ જાહેર કરવામાં આવતું જ નથી જેથી કોઈ દુકાનદારની મીઠાઈ ખાવામાં અનફીટ જાહેર થાય તો તે માત્ર દુકાનદાર અને ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરને જ ખબર હોય છે.ગ્રાહકોને આ વાતની જાણ હોતી જ નથી ખરેખર આવું માત્ર કચ્છ જિલ્લામાં જ હોય તેમ જણાઈ રહ્યું છે માહિતી જાણવાનો અધિકાર સૌને છે ત્યારે આ પ્રકારની લોકોના સ્વાસ્થ્યને લગતી બાબતે તંત્રએ પણ અંગત રસ દાખવવો જોઈએ અને લોકોને સાચી માહિતી મળે તે દિશામાં પ્રયાસ કરવો જોઈએ.

