લોકભાષા-ભુજ :
શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ આયોજિત ત્રિદિવસીય વૈદિક સંમેલનના દ્વિતિય દિવસે વેદો અને વેદના જ્ઞાતા વેદના સમર્થ ૧૧૦ વિદ્વાનો વેદોનો પારણ ભુજ ના સ્વામિનારાયણ પ્રસાદી મંદિરે ખાતે કરી રહ્યા છે
સવારના સત્રમાં પ્રારંભે યજમાનો દ્વારા વેદનું વેદ પુરુષોનું વિદ્વાનોનું પૂજન કરીને પ્રારંભ થયો.
અદભુત અને દર્શનીય દરેક વેદ અને વેદની શાખાઓ માટે ઘાસની અલગ અલગ કુટીરો બનાવવામાં આવી છે. જે તે શાખાના વિદ્વાનો એ એક પર્ણાકૂટિરમાં બેસીને વેદની ઋચાઓનો મુખપાઠ કરી રહ્યા છે
તો ચાર વિદ્વાનો ઠાકોરજીના શ્રી ચરણોમાં બેસીને વેદનો ઘન પાઠ કરી રહ્યા છે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં વેદની ઇષ્ટ શાસ્ત્ર તરીકે પ્રસ્થાપના કરી છે અને અભ્યાસો વેદશાસ્ત્રાણમ્ એમ વેદો વેદાંગોનો અભ્યાસ કરવાનો આદેશ કરેલો છે
વિશ્વ સંગઠન યુનિસ્કોના અભ્યાસ અને તારણ પ્રમાણે વેદ એ દુનિયાનો સૌથી પ્રાચીન અને જ્ઞાન પૂર્ણ ગ્રંથ છે. આ વેદમાં ચાર વેદનો સમાવેશ થાય છે સામવેદ યજુર્વેદ અથર્વવેદ અને ઋગ્વેદ
આ વેદની હજારો શાખાઓ હતી આઝાદીના સમય સુધી લગભગ 82 શાખા ઉપલબ્ધ હતી. પણ આઝાદી બાદ આ શાખાઓ લુપ્ત થઈ. એને જાણકાર વ્યક્તિઓ એક પણ ન રહ્યો. તેથી તે શાખાઓ લુપ્ત થઈ. આજે 10 શાખાઓ ઉપલબ્ધ છે
આ વેદોમાં ઋગ્વેદની શાકલ્ય શાખા અને બાષ્કલ શાખા ઉપલબ્ધ છે
યજુર્વેદની ચાર શાખાઓમાં કાણ્વ શાખા મિત્રાયાણી શાખા માધ્યમદિની શાખા અને તંતરીય શાખા,
સામવેદની ત્રણ શાખાઓમાં જૈમિનીય શાખા રાણાયનીય શાખા કૌથુમી અને અથર્વવેદમાં બે શાખા પૈપલાદ શાખા અને શૌનક શાખા ઉપલબ્ધ છે આ પ્રમાણે આજ ના યુગ માં ફક્ત 11 શાખાઓ જ ઉપલબ્ધ છે
જ્ઞાનનું મૂળ અને ભારતીય સંસ્કૃતિનું મૂળ આ વેદ છે. વેદનું સંરક્ષણ એ ભારત દેશનું રક્ષણ છે વેદનો સંરક્ષણ એ સનાતન સંસ્કૃતિનો સંરક્ષણ છે વેદનું સંરક્ષણ એ જ્ઞાન ઇતિહાસ વિજ્ઞાન ભૂગોળ ખગોળ એનું સંરક્ષણ છે તો આ વેદ રક્ષા નો મોટું કાર્ય આજે સ્વામિનારાયણ મંદિર દ્વારા થઈ રહ્યું છે
આવા અદભુત વેદ શાસ્ત્ર તેનો ભુજ શહેરની જનતાને દર્શન થાય. વેદનો પ્રચાર પ્રસાર થાય તે માટે
આ વેદયાત્રા પ્રસાદી મંદિરથી પ્રસ્થાન કરીને પાટવાડી નાકા આશાપુરા ત્યાંથી સોની વાડ જૂની માર્કેટ રીંગરોડ ભીડ વિસ્તાર ત્યાંથી છઠ્ઠીબારી અનમ રીંગરોડ જિલ્લા પંચાયત ત્યાંથી મહાદેવ નાકા ત્યાંથી ઉપલીપાર રોડ થઈને પારેશ્વર ચોક અને પ્રસાદી સ્વામિનારાયણ મંદિર વેદ મંડપ એ પહોંચી ભગવાનના સાનિધ્યમાં વિરામ લીધો
આ યાત્રામાં વિશિષ્ટ વાહન ઉપર ચાર વેદ અને વેદ સ્વરૂપ ભગવાન વેદના વિદ્વાન પંડિત બેસીને વેદનો ઘોષ કરી રહ્યા હતા વાતાવરણને વેદમય બનાવી રહ્યા હતા તથા યજમાનો હતા બીજા ફ્લેટ ઉપર પૂજ્ય સંતો અને વિદ્વાનો સાથે હતા ફ્લેટો માં વેદના બેનરોથી કાર્યક્રમની લોકોને જાણકારી જોવા મળી રહી હતી
આ વેદ યાત્રામાં સામખીયારી સંસ્કૃત પાઠશાળાના 50 જેટલા અને ગુરુજીઓ સાથે હતા
વેદના વિદ્વાનો માથા ઉપર સાફો બાંધેલો અને હાથમાં વેદના સૂત્રના બેનરો અને વેદકી રક્ષક કોન કરેએ
હમ કરેંગે હમ કરેંગે વેદકી યુક્તિ ભૂકંપ સે મુક્તિ
જેવા સૂત્રો સાથે ભુજ શહેરના માર્ગો ગુંજી રહ્યા હતા આ વેદ યાત્રાને જોવા માટે રસ્તા પર અનેક લોકો ઉમટી પડ્યા હતા તથા ઠેર ઠેર આ વેદયાત્રાનો નગરજનોએ પુષ્પવૃષ્ટિ કરીને અભિવાદન કર્યું હતું
જયારે માધાપર મંદિર ની મંડળી તથા મદનપુર ઘનશ્યામ બાલમંડળના બાળકોની એક ડ્રેસમાં 100 જેટલા બાળકોની સંગીત વગાડતી મંડળી સૌનું ધ્યાન આકર્ષિત કરી રહી હતી આ શોભાયાત્રામાં સૌને પાણી પાવાની પણ વ્યવસ્થા હતી
સાંધ્ય સત્ર દરમિયાન કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ગોરનું વેદ ઉપર ચિંતનીય મનનીય પ્રવચન થી ઉપસ્થિત મહાનુભવો હરીભક્તો એ એકચિત્ત થઈ લાભ લીધો હતો આ વેદ પર્વે ને શોભવતા સંતો માં સ.દ.પુરાણી સ્વામી હરિબળદાસજી સ.દ. પુરાણી સ્વામી પ્રકાશદાસજી, ડો. સ્વામી સત્યપ્રસાદદાસજી,
શોધવાચક વિદ્વાન્ ભા.વં. રામપ્રિયજી (SGVP ગુરુકુલ), વિશેષ ઉપસ્થિતિ વિરુપાક્ષ વી. જડીપાલ (સચિવ MSRVVP ઉજ્જૈન), જાદવજીભાઈ ગોરસીયા, ઈશ્વરલાલ આરંભડીયા (દ્વારકા) વિગેરે મહાનુભવો સાથે બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ ડો. શાસ્ત્રી સ્વામી લક્ષ્મણપ્રકાશદાસજી એ કરી હતી.