લોકભાષા-ભુજ :
હાલમાં ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવો ન મળતા કફોડી સ્થિતિ જોવા મળી રહી છે પરિણામે મોટાભાગનો શાકભાજીનો જથ્થો ગાયોને ખવડાવવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે સરકાર આ બાબતે દયાન દોરીને ખેડૂતોને પૂરતા ભાવ મળે તેવું આયોજન ગોઠવવું જોઈએ તેવી માંગ ઉઠી છે
કચ્છના મુખ્ય મથક ભુજ અંજાર ગાંધીધામ ભચાઉ રાપર માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસા તાલુકા સહિતના વિસ્તારોમાં શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને રોવાનો વખત આવ્યો છે હાલમાં ખેડૂતોને રીંગણા રૂપિયા 3 પ્રતિ કિલો, ટમેટા બે રૂપિયે કિલો, ફુલાવર બે રૂપિયા કિલો ,કોબી બે રૂપિયા કિલો ,, પાલક ચાર રૂપિયે કિલો, લીલી ડુંગળી ચાર રૂપિયા કિલો, દુધી ત્રણ રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે પરંતુ ખેડૂતોને આ ભાવ પોષાય તેમ નથી કારણકે એક ખાલી બોક્સની કિંમત જ 26 રૂપિયા થાય છે તેની સાથે સાથે ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ પણ પરવડે તેમ નથી હાલમાં કચ્છના ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવો ન મળતા આ ખેડૂતો શાકભાજીનો માલ પાંજરાપોળમાં કે રખડતા ભટકતા ઢોરોને આપવાની પરિસ્થિતિ ઊભી થવા પામી છે.
બીજી તરફ ખેડૂતોને તો ઓછા ભાવનો માર સહન કરવો પડે છે પણ બીજી તરફ આ શાકભાજી વેપારી પાસે પહોંચતા વેપારીઓ રિટેલમાં ભાવ ડબલ કરીને આપે છે જેનો માર પ્રજાને પડે છે.ખેડૂતોને જો ડાયરેક માર્કેટિંગ મળે તો લોકોને પણ વ્યાજબી ભાવે શાક મળે અને ખેડૂતોને આવક થઇ શકે.
માધાપરના ખેડૂત રવજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે એક તો મોંઘા દાટ બિયારણના ખર્ચ,મજૂર ખર્ચ, કરીએ છીએ અને શાકભાજીના ભાવો પૂરતા ન મળે તો શું કરીએ, તે સવાલ ઊભો થવા પામ્યો છે સરકાર દ્વારા આ બાબતે તાત્કાલિક ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવો મળે તેવું આયોજન ગોઠવવું જોઈએ
કુકમાના ખેડૂત રમેશભાઈ પરમારના કહેવા મુજબ તેઓની પાંચ એકર વાડીમાં શાકભાજીનું વાવેતર કર્યું છે.હાલમાં શાકભાજીના ભાવ પૂરતા મળતા નથી, શાકભાજી ઢોરોને ખવડાવવી પડી રહી છે,આવી જં સ્થિતિ રહેશે તો ખેડૂતો પાયમાલ બની જશે

