લોકભાષા-ગાંધીધામ :
કચ્છ જિલ્લાની પોસ્ટ ઓફિસોમાં વિધવા સહાય માટે મહિલાઓને તથા પોસ્ટ ઓફિસના ચોક્કસ નક્કી થયેલ સમય મર્યાદાથી સામાન્ય લોકોને થઈ રહેલ હાલાકી પરેશાની બાબતે પૂર્વ કચ્છ યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નિતેશ લાલનને ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે
આ અંગે કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે કચ્છ જિલ્લામાં પોસ્ટ ઓફિસમાં પૂરતો સ્ટાફ અને યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને ખૂબ હાલાકી પરેશાની થઇ રહી છે ખાસ કરીને વિધવા સહાય માટે મહિલાઓને ખૂબ તકલીફ પડી રહી છે આ મોંઘવારીના સમયમાં પોતાની મજબૂરીમાં નાની એવી રકમ લેવા પોતાના ઘરના અગત્યના કામકાજ મૂકી પોસ્ટ ઓફિસે આવે છે, પોસ્ટ ઓફિસમાં ઓછા સ્ટાફ સાથે માત્ર બે જ કાઉન્ટર કાર્યરત હોય છે જેમાં સિનિયર સિટીઝન માટે અલગ લાઈન નું નિયમ છે એ પણ પોસ્ટ ઓફિસમાં આવું ક્યાંય દેખાતું નથી, અધિકારીને લોકો પ્રશ્ન કરે તો યોગ્ય જવાબ નથી મળતું તેઓ કહે છે સ્ટાફ નથી અમે કેટલા લોકોનાં કામ કરીએ આવી પરિસ્થિતિમાં લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે, લોકોનાં કિંમતી સમયની સાથે આર્થિક નુકસાની થઈ રહી છે અને પોસ્ટ ઓફિસમાં ચોક્કસ સમય મર્યાદા નક્કી હોવાથી કામ પણ થતા નથી, તેથી ફરી એ જ કામ માટે બીજા દિવસે ધક્કો ખાવો પડે છે જેમાં ગરીબ સામાન્ય લોકોને ઘણું વધારે પડતું નુકસાન થાય છે માટે સમય મર્યાદા સાંજે ૬ (૧૮) વાગ્યા સુધી લંબાવવામાં આવે અને પૂરતા સ્ટાફ સાથે સહાય માટે અલગ કાઉન્ટર કાર્યરત કરવામાં આવે તેવી નિતેશ લાલન દ્વારા માંગણી કરવામાં આવી છે.

