લોકભાષા-ગાંધીધામ :
કચ્છમા ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ સામે ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા કાર્યવાહી કરી ભચાઉ, બોરાણા અને કાઢવાઢ ખાતેથી ડમ્પર, એકસકેવેટર, ટ્રેકટર, ટ્રેલર સહીતના વાહનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મદદનીશ નિયામક ફ્લાઈંગ સ્ક્વોર્ડ ભુજની કચેરીની તપાસટીમ ધ્વારા બે દરમ્યાન ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિ અંગે કાર્યવાહી હાથ ધરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જેમા ભચાઉ તાલુકાના લાકડિયા ખાતે આકસ્મીક તપાસ હાથ ધરી અધિકૃત રોયલ્ટીપાસ વિના ચાઈનક્લે ખનિજ ભરેલ પાંચ વાહનો સીઝ કરવામાં આવ્યા હતા. જ્યારે મુન્દ્રાના બોરાણા ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી સાદીરેતી ખનીજના ગેરકાયદે ખનન વહન કરતા એક લોડર એક ટ્રેક્ટર અને બે ડમ્પર ઉપરાંત એક બ્લેકટ્રેપ ખનીજના અધીકૃત રોયલ્ટી કરતા વધુ જથ્થો ઓવરલોડ વહન કરવા બદલ એક ડમ્પર સીઝ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ભુજ તાલુકાના કાંઢવાંઢ ખાતેથી ગેરકાયદેસર સાદીરેતી ખનીજના ખનન તથા વહન સબબ એક એકસકેવેટર મશીન, એક ડમ્પર તથા એકસકેવેટર મશીનને લાવવા લઈ જવા ઉપયોગમાં લેવાતા એક ટ્રેલરને સીઝ કરી ખાવડા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવેલ છે.

