લોકભાષા-ભુજ :
વડાપ્રધાનના ઇશારે ભાજપના નેતાઓ દ્વારા દેશના લોકપ્રિય નેતા રાહુલ ગાંધી વિશે હલકી કક્ષાની ભાષા તેમજ જાનથી મારી નાખવાની ધમકીના વિરોધમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજમાં વિરોધ કરવામાં આવ્યો હતો
ભુજમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા હમીરસર તળાવ પાસે વિરોધ પ્રદર્શન બાદ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે જવાબદારો સામે ગુનો નોંધવા માટે કોંગ્રેસના આગેવાનો દ્વારા ઊગ્ર માંગ કરાઇ હતી.આ તકે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાન જોડાયા હતા .જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, વી. કે. હુંબલ, ગનીભાઇ કુંભાર પ્રવક્તા ક્ચ્છ જિલ્લા કોંગ્રેસ, નિતેશ લાલણ જોડાયા હતા.

આ અંગે ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ એસપીને આવેદન પત્ર પાઠવ્યું હતું અને એફ.આઇ.આર નોંધી અન્ડર પ્રોવિઝન ઓફ બી એન એસ 2023 હેઠળ કોઈ વિલંબ કર્યા વગર તાત્કાલિક ધોરણે આ મુદ્દા ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ સમયે કલ્પના બી જોષી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ, શેરબાનુ એ ખલીફા, રાધા સિંગ ડી ચૌધરી, પ્રમુખ કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ, બેલાબેન જોશી, જુમાબેન મહેશ્વરી, ખમાબા ઝાલા, આરતીબા જાડેજા, સીમાબેન રોય, રાધાબેન વૈષ્ણવ, નંદાબેન જીવાણી, ફાતિમાબેન, અન્સારી હુસેના ખાતુ શીલાબેન જશોદા બા ઝાલા બિંદુબેન રાજગોર સરોજબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા એવું ગાંધીધામ શહેર મહામંત્રી નવીન કે અબચુગ પોતાની યાદીમાં જણાવેલ હતું


