લોકભાષા-ભુજ :
રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય ઉપરાંત ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકારની સુચના અનુસાર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું જે અંતર્ગત કચ્છ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિનો વ્યાપ વધે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શિત કરવા આત્મા તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા તાજેતરમાં કુંભારડી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ બી. જાડેજા દ્વારા આજના સમયમાં પ્રાકૃતિક કૃષિ કેમ જરૂરી છે તે અંગે જણાવી કચ્છ જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીન સુધારે તેના પર ભાર મુક્યો હતો. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા ખેડૂતો પોતાની જમીનને ગાય આધારીત પ્રાકૃતિક ખેતી થકી સ્વસ્થ બનાવી ઝેરમુક્ત અનાજ, શાકભાજી કે ફળો પકવી લોકોના આરોગ્યની સુખાકારી માટે આગળ આવે તથા કચ્છ જિલ્લો પ્રાકૃતિક કૃષિમાં અગ્રેસર રહે તે માટે ખેડૂતો પ્રતિજ્ઞાબધ્ધ બને તેવો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે SPNF એસોસીયેશન, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ મહાત્મા પ્રફુલ્લભાઇ સેંજલીયા દ્વારા દેશી ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ અંગે તથા જયારે પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી હિતેષભાઇ વોરા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો બીજામૃત, જીવામૃત-ઘનજીવામૃત, વાફસા, આચ્છાદન અને સહજીવી પાકો અને પ્રાકૃતિક કૃષિમાં વાનસ્પતિક અસ્ત્રો બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, દસપર્ણી અર્ક, અગ્નિઅસ્ત્ર વિશે વિગતવાર માર્ગદર્શન આપી પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે એફ.પી.ઓ.ની અગત્યતા અંગે જણાવ્યું હતું. ઝોન સંયોજકશ્રી રતીલાલ શેઠીયા દ્વારા બાગાયતી પાકોમાં પંચસ્તરીય મોડલ કેવી રીતે તૈયાર કરી વધુ આવક મેળવવી તે વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા ખેતીવાડી અધિકારી કે. ઓ. વાઘેલા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં તાલુકા પંચાયત પ્રમુખ રાણુભા જાડેજા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ઘેલાભાઇ ચાવડા, નાયબ ખેતી નિયામકશ્રી (તા.)-વ- પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના પી. કે. તલાટી, મદદનીશ ખેતી નિયામક દિનેશ ચૌધરી, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માના કલ્પેશ મહેશ્વરી, બાગાયત અધિકારી રાહુલ પ્રજાપતિ તેમજ આત્મા યોજનાના જીગ્નેશ ઠાકોર, મુંદરાના બ્લોક ટેકનોલોજી મેનેજર, નરેશ પરમાર, ભચાઉના આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર વિપુલ ઘુમલીયા, નખત્રાણાના આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર ગાયત્રીબેન પટેલ, અંજારના આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર ડો. આદર્શ લોઢા, હાલોલ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના રીસર્ચ એસોસીયેટ ડો. સીતારામ જાટ, કુંભારડી સરપંચ દેવશીભાઇ રબારી, વિકાસભાઇ રાજગોર, વાઘજીભાઇ છાંગા, શક્તિસિંહ જાડેજા, રામજીભાઇ બી. સથવારા, દેવશીભાઇ પરમાર તથા કુકમા કેવીકેના ટેકનીકલ ઓફીસર, વિસ્તરણ અધિકારી (ખેતી) તેમજ ગ્રામ સેવકો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઇઓ ઉપરાંત મહિલા ખેડૂતોએ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન