લોકભાષા-ભુજ :
પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા ૩ કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે ભારતના રાષ્ટ્રપતિ ચંદ્રક તથા મુખ્યમંત્રી ચંદ્રક જાહેર કરાયા છે.
રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામેલા તુલસીભાઇ આલાભાઇ ઝાલા (નાયબ સુબેદાર પ્લાટુન કમાન્ડર) નં.૨ બટાલિયન બોર્ડરવિંગ ભુજ કચ્છ ખાતે વર્ષ ૧૯૮૯માં વર્ગ-૪ની જગ્યા પર ભરતી થયેલા ત્યારબાદ તેઓ નાયક કલાર્ક, હવાલદાર ક્લાર્ક અને જાન્યુઆરી-૨૦૨૫માં નાયબ સુબેદાર પ્લાટુન કમાન્ડર(વર્ગ-૩)માં બઢતી મેળવેલ છે. તેઓની સેવાકાળ દરમિયાન કાયદો-વ્યવસ્થા, જેલફરજ, રાજય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવેલી છે.
સેવા વિષયક માહિતી (મુખ્યમંત્રીના ચંદ્રક) માટે ઇન્દ્રસિંહ યુ.સોઢા(નાયક) નં.૨.બટાલિયન બોર્ડરવિંગ ભુજ-કચ્છ ખાતે વર્ષ ૨૦૦૩થી નાયકમાં ફરજ બજાવે છે. તેઓની સેવાકાળ દરમ્યાન કાયદો-વ્યવસ્થા, જેલ ફરજ, રાજ્ય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવેલ છે. હાલમાં તેઓ પોતાની ફરજ ઉપરાંત કંપની ખાતે સી.એચ.એમ.ની ફરજ બજાવે છે. સેવા વિષયક માહિતી (મુખ્ય મંત્રીના ચંદ્રક) માટે પસંદગી પામેલા ન્યાલા ગણેશા ભાટી(નાયક) નં.૨.બટાલિયન બોડરવિંગ ભુજ-કચ્છ ખાતે વર્ષ ૨૦૦૩થી નાયકમાં ફરજ બજાવે છે. તેઓની સેવાકાળ દરમ્યાન કાયદો- વ્યવસ્થા, જેલ ફરજ, રાજ્ય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવેલ છે. હાલમાં તેઓ પોતાની ફરજ ઉપરાંત કંપની ખાતે સી.એચ.એમ.ની ફરજ બજાવે છે.
આ એવોર્ડ મળવા બદલ આ કર્મચારીઓને પશ્ચિમ કચ્છ એસ.પી તથા બટાલિયન કમાન્ડન્ટ વિકાસ સુંડા તથા નં.૨ બટાલિયન બોર્ડરવિંગના સેકન્ડ-ઇન-કમાન્ડ ડી.એન.જાડેજા તથા સર્વે સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.