લોકભાષા-ગાંધીધામ :કચ્છમાં પોલીસ દ્વારા સંભારણા દિન નિમિત્તે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કચ્છ પોલીસ દ્વારા ગાંધીધામ અને ભુજ ખાતે પોલીસ સંભારણા દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા શિણાય ખાતે હેડક્વાર્ટરમાં શહીદ દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક એ. વી. રાજગોર, ડી. આર. ભાટિયા, મુકેશ ચૌધરી, સાગર સાંબડા ઉપરાંત પીઆઇ અને પી.એસ.આઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સંભારણા દિન નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં અધિકારી અને કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
જ્યારે ભુજ ખાતે શહીદ સ્મારક ઉપર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પણ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


