લોકભાષા-ગાંધીધામ :
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છ જીલ્લામાં પોલીસ ક્વાટરના લોકાર્પણ પ્રસંગમાં આવેલ અને તેમના ભાષણ દરમ્યાન એવું જણાવેલ કે કચ્છ જીલ્લાના ખાટકી જીલ્લો છોડીને જાય નહિતર રાજ્ય છોડીને જવું પડશે તેવી આકરી પ્રતિક્રિયા આપેલ. અને કચ્છ જીલ્લા પોલીસ વિભાગ દ્વારા કચ્છ જીલ્લામાં તેમના મારફતે ગૌશાળા શરૂ કરવા માટે અભિનંદન પાઠવેલ. જે સારી બાબત છે પરંતુ રાજ્યના ગૃહમંત્રી જે ગૌમાતા માટે આકરી પ્રતિક્રિયા આપી અને અમારી સરકાર ચલાવી નહિ લે તેવું જણાવેલ છે ત્યારે તેમને જણાવવા માંગીએ છીએ કે આપની જ ભારતીય જનતા પાર્ટીની સરકાર મેઘાલયમાં છે ત્યાના મુખ્યમંત્રી દ્વારા એવું નિવેદન કરેલ છે કે બીજા માંસ કરતા ગાયનું માંસ ખાવું જોઈએ જે ભાજપની સરકારના જ એક રાજ્યના મુખ્યમંત્રી કહી રહ્યા છે, એવી જ રીતે પહેલા ગોવાના મુખ્યમંત્રીએ ત્યાના લોકોને ગૌમાંસ ખાવાની છૂટ આપેલ ત્યારે ભાજપની કરની અને કથનીમાં ખુબ મોટો ફર્ક છે તેમ પ્રદેશ કોંગ્રેસના વી. કે. હુંબલે જણાવ્યુ હતું.
આ અંગે તેમની અખબારી યાદીમાં જણાવ્યું છે કે હકીકતમાં ગાય માતાના નામે હમેશા રાજનીતિ કરતી ભાજપની સરકાર દ્વારા એમના જ પ્રધાનમંત્રી દેશમાં છે જેમને ભાજપ પક્ષ માટે ગૌમાંસનું વિદેશમાં નિકાસકારો પાસેથી મોટેપાયે ઇલેક્ટ્રોરલ બોન્ડ મારફતે ગૌમાંસ નિકાસ કરનાર લોકો પાસેથી મોટું ફંડ મેળવેલ છે. એટલું જ નહિ, પરંતુ જ્યારથી ભાજપની સરકાર કેન્દ્રમાં આવી ત્યારથી વિશ્વમાં સૌથી વધારે ગૌમાંસ નિકાસ કરનાર દેશ ભારત બનેલ છે અને એના ગૃહમંત્રી કચ્છમાં આવી અને સુફિયાની વાતો કરે છે.
ગાય માતાની ખરેખર આપને ચિંતા હોય તો કચ્છ જીલ્લામાં સૌથી વધારે ગૌચર જમીનો ઉપર દબાણ ભાજપના નેતાઓએ કરેલ છે તેવો આક્ષેપ કરુ જે દબાણો ખુલ્લા કરાવવા જોઈએ તેવી માંગ કરી હતી અને ગાયમાતાઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં રસ્તાઓ ઉપર આવી અને રખડે છે અને જેને લઈને ઘણા લોકોના જીવ પણ ગુમાવેલા છે. તાજેતરમાં રાપર અને ગાંધીધામ શહેરમાં હડફેટે આવવાથી બે લોકોએ જીવ ગુમાવેલ છે જેમાં રાપરના આશાસ્પદ વેપારી લોહાણા સમાજના ઉપપ્રમુખને પણ જીવ ગુમાવવો પડયો છે ત્યારે ગૌવંશ રોડમાં રખડે અને પ્લાસ્ટિક જેવા પદાર્થો ખાવાથી ક્રુરતા રીતે મરણ પામે છે તો તેના માટે જવાબદાર કોણ. આ ભાજપની સરકાર માત્ર ગાયના નામે લોકોની લાગણીને ઉશ્કેરી અને લોકોને ગુમરાહ કરે છે.
કચ્છના પોલીસ વિભાગ દ્વારા ગૌશાળા શરૂ કરવા માટેના અભિનંદન આપેલ છે. અમો પણ અભિનંદન પાઠવીએ છીએ પરંતુ કચ્છ પોલીસ વિભાગ એક સરકારનો જ વિભાગ છે. ત્યારે અમે જણાવવા માંગીએ છીએ કે કચ્છ વિભાગ દ્વારા જે ગૌશાળા શરૂ કરવામાં આવેલ છે જેમાં કચ્છ જીલ્લામાં રખડતા જુદા-જુદા શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ૨૫ થી ૩૦,૦૦૦ ઢોર રખડે છે. લોકોને નુકસાન પહોચાડે છે. આવા ઢોર જે પોલીસ વિભાગ દ્વારા ગૌશાળા શરૂ કરવામાં આવેલ છે જેમાં રાખવામાં આવશે ? કે કેમ તો કચ્છ જીલ્લાના તમામ રખડતા ઢોર આ સરકાર વિભાગના પોલીસ સંચાલિત ગૌશાળામાં ઢોર રાખવામાં આવે તો ઢોર પહોચાડવાની વ્યવસ્થા પણ સંસ્થાઓ કરી આપવા તૈયાર છે તો આપ કચ્છમાં જ છો ત્યારે કચ્છ પોલીસને સુચના આપતા જ હશો કે કચ્છમાં રખડતા તમામ ઢોરો પોલીસની ગૌશાળા સાચવે. કારણ કે આ સરકારી વિભાગની ગૌશાળા છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરેલ છે તે મુજબ હવેથી કોઈ પણ ગૌવંશ રસ્તે રખડતું નહિ રહે અને તે તેમની સરકારના વિભાગ ગૌવંશને સાચવશે તેવી આશા અને અપેક્ષા રાખવામાં આવે છે. ખરેખર તો કેન્દ્રની ભાજપની સરકારે ગૌમાતાને રાષ્ટ્રીયમાતા તરીકે જાહેર કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.
| ReplyForwardAdd reaction |


