લોકભાષા-ભુજ :
કચ્છ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર અને ચાર સેકશન ઓફિસરની ભરતી કરી નિમણૂંક આપવામાં આવી હતી. આ ભરતી ગેરકાયદેસર હોવા બાબતે અનેક અરજદારોએ શિક્ષણ વિભાગમાં રજુઆત કરી હતી. સરકારે મામલો ગંભીર ગણી તપાસ સમિતિની રચના કરી છે.
તપાસ સમિતિ દ્વારા યુનિવર્સીટીમાં આજે ફરિયાદ કરનાર અરજદારોને બોલાવી નિવેદન મેળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે ઉમેદવારો સીલેકટ થયા તેની પુછપરછ કરવા સાથે અન્ય રીતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. વીસનગર એમ. એન. કોલેજના પ્રિન્સીપાલના વડપણ હેઠળની તપાસ સમિતિના ચાર સભ્યો વિવિધ દિશામાં નિવેદનો મેળવી રહ્યા છે. નિવેદનો પરથી તપાસ અહેવાલ તૈયાર કરી શિક્ષણ વિભાગમાં રજુ કરવામાં આવશે. જેથી આગામી દિવસોમાં આ ભરતી કૌભાંડમાં કડાકા ભડાકા થાય તેવી શક્યતા છે


