લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સરળીકરણ પ્રક્રિયા અંગેના આ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે કંડલા કસ્ટમ્સના આસિસ્ટન્ટ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સાથે, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સભાગૃહમાં યોજાયેલા આ સેમિનારમાં, કસ્ટમ્સ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, પોર્ટ અધિકારીઓ, શિપિંગ લાઈન્સના પ્રતિનિધિઓ તેમજ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પદાધિકારીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ કાર્યક્રમનું સંચાલન કરતાં જણાવ્યું હતું કે. કસ્ટમ્સના નવા સી કાર્ગો મેનિફેસ્ટ એન્ડ ટ્રાન્સ શિપમેન્ટ રેગ્યુલેશનના મુખ્ય મુદ્દાઓ પૈકી, નવા નિયમોનું મહત્વ, આંતરરાષ્ટ્રીય વેપારને સરળ બનાવવો, કાર્ગો ટ્રેકીંગમાં સુધારો, પારદર્શિતા વધારવા અંગે મુખ્ય આવી રહેલ ફેરફારોને સમજી તેની વેપાર પર પાડનાર વ્યાપક અસર અને અમલીકરણ યોજનાવન ધ્યાને લઈ ટ્રેડર્સના હિતમાં આ સેમિનાર હાથ ધરાયનો હેતુ સમજાવ્યો હતો.
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ વધુમાં ઉમેરેલ કે, આ સેમિનાર દ્વારા કસ્ટમ્સ વિભાગ અને વેપારી વર્ગ વચ્ચે સેતુ રચાયો છે અને અમે આશા રાખીએ છીએ કે રજૂ કરાયેલા સૂચનોનો અમલ થશે, જેનાથી પ્રદેશના આર્થિક વિકાસને નવી દિશા મળશે. સેમિનારમાં કંડલા બંદર પર નોંધાયેલી કન્ટેનર હેન્ડલિંગની વૃદ્ધિ અને વૈશ્વિક વેપાર સાથે જોડાણની વધતી તકો અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે, મુન્દ્રા-કંડલા વચ્ચે કન્ટેનર મૂવમેન્ટની સરળ પ્રક્રિયા, ઈ-ડોક્યુમેન્ટેશન અને ડિજિટલાઈઝેશન જેવા મહત્વના મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તેવી માહિતી પાઠવેલ.
આ અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી સેમિનારમાં રજૂ થયેલા મુખ્ય સૂચનો અંગે કંડલા કસ્ટમ્સના આસિસ્ટન્ટ કમિશનર નરેન્દ્ર ચૌધરીની ઉપસ્થિતિમાં એમ.સી.ડી. કંડલાના સુપ્રિન્ટેન્ડેન્ટ જયેશ શર્મા, પી.ઑ. રાજીવ યાદવ, સોફ્ટવેર ટેક નાવિનોદ તુલસીયાણી દ્વારા, બંને બંદરો વચ્ચે સરળ આયાત-નિકાસ પ્રક્રિયા, કોસ્ટલ કાર્ગો માટે વિશેષ જોગવાઈઓ અને ટ્રાન્સશિપમેન્ટ કન્ટેનર્સ માટે નવી વ્યવસ્થાનો સમાવેશ જેવા મુદ્દે સરળ શૈલીમાં વિસ્તૃત માર્ગદર્શન આપેલ. આ ઉપરાંત, આઈસીડી અને લોકલ કન્ટેનર્સ માટે વિશેષ સુવિધાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.
ચેમ્બરના ખજાનચી અને શિપિંગ ઉધ્યોગ સથે જોડાયેલ નરેન્દ્ર રામાણીએ આ સેમિનારનો ઉદ્દેશ વર્ણવતાં જણાવેલ કે, મુંદ્રા અને કંડલા પોર્ટ અત્યારે લોજિસ્ટિક હબ તરીકે ઊભરી આવેલ છે અને, એક્ઝિમ ટ્રેડના 45 ટકાથી વધુનું સંચાલન કરે છે ત્યારે ગાંધીધામ ચેમ્બરે એક્ઝિમ ટ્રેડ ને પ્રોત્સાહન આપવા અને વિકસાવવા માટે, કસ્ટમની પ્રક્રિયાઓ અને તેની બારિકીઑને સમજીને તેનો લાભ લેવા જણાવી, સુવ્યવસ્થિત સંચાલન અર્થે આ સેમિનારનું આયોજન હાથ ધરાયેલ છે. તેઓએ વધુમાં ઉમેરેલ કે, પરિવહનના સમયમાં નોંધપાત્ર ઘટાડો, કાર્યક્ષમતામાં સુધારો, તેમજ દસ્તાવેજી પ્રક્રિયા સરળ બનતાં, અન્ય લાભો પણ મળી શક્શે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સેમિનારનું સફળ સંચાલન કરવામાં પોર્ટ અને શિપિંગ ના ટ્રેડ તથા ચેમ્બર સાથે જોડાયેલા તેમજ પોર્ટ કસ્ટમ વિભાગને જોડી સેતુરૂપ ભૂમિકા નિભાવનાર, સર્વશ્રી હરિશ્યામ હરિહરન, એબેઝ યેસુદાસ, સતિષભાઇ, કેયૂર ઠક્કર, પીટર ચિકાલા, નરેન્દ્ર રામાણી તથા શરદ શેટ્ટી સાથે, કસ્ટમ વિભાગના અધિકારી કર્મચારીગણ, પોર્ટ-શિપિંગ વ્યાપારીઓ અને ઉધ્યોગપતિઓ, અને ચેમ્બરના સદસ્યોએ બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવીને ઉત્સાહભેર જોડાયા હતા
કાર્યક્રમનું સંચાલન મહેશ તીર્થાણી તથા હરિશ્યામ હરિહરને કરેલ તેમજ, સેમિનારમાં રજૂ થયેલા સૂચનો અને ભલામણોને આધારે એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરી કેન્દ્રીય અને રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે તેમ અંતે જણાવાયું હતું. આભારવિધિ યેસુદાસ એબેઝે કરી હતી. તેવું એક અખબારી યાદીમાં ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું.