લોકભાષા-ગાંધીધામ :
કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી ખાનગી કંપનીના ગોડાઉનમાંથી આશરે ત્રણ લાખથી વધુની કિંમતની સોપારીની ચોરી થઈ હોવાની ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી ફ્લેમિંગો લોજિસ્ટિક નામની કંપનીના ગોડાઉન નંબર 285મા સોપારીની 386 બોરી રીએક્સપોર્ટ માટે રાખવામાં આવેલી હતી ત્યારે ગોડાઉનની સાઈડને બારીના સળિયા તોડી ગોડાઉનમાંથી આશરે 50 બોરી સોપારી કિંમત રૂપિયા 3,16,650 ની કોઈ ચોરી કરી ગયા હોવાની દેવેન્દ્ર ખેમચંદ બાલાએ ફરિયાદ નોંધાવી છે.
એક તરફ સોપારી કૌભાંડને વિવિધ એજન્સીઓ દ્વારા ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ કાસેઝની કંપની અથવા તો ગોડાઉનમાંથી સોપારીની ભેદભરમ રીતે ચોરી થઈ રહી છે.
કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની કંપનીના ગોડાઉનમાથી ચોરી થઈ હોવાની કંપનીના કર્મચારી દ્વારા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે