લોકભાષા-ભુજ :
ભુજ તાલુકાના કુકમાં ગામે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન વિવાદ સર્જાયો હતો
સોમવારે બપોરે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સહિતની ટીમે દબાણો દૂર કર્યા હતા આ સમયે સરપંચ સહિતનાઓએ વિરોધ કર્યો હતો.
આ અંગે સરપંચ સહિત આગેવાનોએ જણાવ્યું હતું કે ગામમાં નાના દબાણો દૂર કરાય છે ત્યારે મોટા યથાવત રહેવા પામે છે દબાણો દૂર કરવા હોય તો તમામના દૂર થવા જોઈએ નહીં કે નાના લોકોના દબાણો દૂર થવા જોઈએ આ બનાવને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. સ્થળ પર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનો પણ પહોંચી આવ્યા હતા અને કામગીરીને લઈને વિરોધ પણ કર્યો હતો આજે દબાણ હટાવને લઈને વિવાદ જોવા મળ્યો હતો પોલીસ બંદોબસ્ત પણ ગામમાં ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકોના આક્ષેપ મુજબ એક તરફી નિર્ણય લેવામાં આવ્યો છે જે યોગ્ય ગણી શકાય નહીં દબાણો દૂર કરવા હોય તો તમામના દૂર થવા જોઈએ તેવુ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે તંત્ર કઈ રીતે નિર્ણય લે છે.


