લોકભાષા-ભુજ :
માંડવી તાલુકાના કોકલીયા ગામે આવેલી પ્રાથમિક શાળાના કાર્યલયનું તાળુ તોડી અંદર પ્રવેશીને તિજોરીમાંથી 40 હજારનું લેપટોપ અને 4 હજારનું સ્કેનર કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી જતાં ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે.
મુળ ખેડા જિલ્લાના હાલ માંડવી તાલુકાના સાંભરાઇ ગામે રહીને કોકલીયા ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વિશાલકુમાર ગગુભાઇ ઝાલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ 26 ઓક્ટબરથી 17 નવેબ્બર દરમિયાન વેકેશનના સમય ગાળા દરમિયાન બન્યો હતો. શાળાના દરવાજાના તાળા તોડી કોઇ અજાણ્યા શખ્સો અંદર પ્રવેશીને ટેબલના ખાનામાંથી ચાવી કાઢી તિજોરીમાંથી લેપટોપ અને સ્કેનર મળી કુલે 44 હજારના મુદમાલની ચોરી કરી ગયા હતા. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.