લોકભાષા-ભુજ :
નખત્રાણા કોટડા(જ) ગામે સોની વેપારીને લુંટવામા સામેલ શખ્સો પોલીસને હાથે લાગ્યા છે. 18 તારીખે કારમાં આવેલા અજાણ્યા શખ્સો છરી મારી લુંટ કરી ફરાર થઇ ગયા હતા નિલેશ સોની દુકાનેથી ઘરે જતા હતા ત્યારે છરી મારી કિંમતી 30 લાખથી વધુ રૂપીયાના દાગીનાની બેગ લુંટી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા.જો કે બાદમાં હોસ્પિટલમા ખસેડાયેલા વેપારીની ફરીયાદ લઇ નખત્રાણા પોલીસે લુંટારૂઓને પકડવા તપાસ હાથ ધરી હતી દરમ્યાન ૩૦.૭૨ લાખના કિંમતના ૪૮ તોલા સોનાના ઘરેણાંની લૂંટના ચકચારી બનાવમાં પોલીસની અન્ય ટીમો તથા મહત્વની બ્રાન્ચ પણ તપાસમાં સામેલ થઇ હતી જેમાં મળત્વની સફળતા મળી છે.સીસીટીવી ફુટેજ તથા કારના વર્ણનના આધારે પોલીસે લુંટમાં સામેલ શખ્સોને પકડ્યા છે.
પોલીસે લોરીયા ખાતે બાતમી આધારે એક શંકાસ્પદ કારને રોકી હતી અને તેમાંથી લુંટમાં ગયેલ ધરેણા સાથે બે શખ્સો ઝડપાઇ ગયા છે.પોલીસે તેના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. પોલીસે ગુન્હામાં સામેલ નાલે મીઠા સમા રહે વાંઢીયા તથા મુસ્તાક પંચાણ સમાને ઝડપી પાડ્યા છે. જ્યારે ગુન્હામા માસ્ટર માઇન્ડ મામદ સીદ્દીક હિંગોરા પોલીસના હાથે લાગ્યો નથી જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. છરી મારી વેપારીને લુંટવાની આ ધટનાએ ભારે ચકચાર સાથે પોલીસની કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક જે.એન.કિશ્ચયનએ લુંટ અંગે વિગતો આપી હતી