લોકભાષા-ભુજ :
માંડવી તાલુકાના કોડાય પાસેથી વધુ એક વખત એલસીબીએ ખનીજ ચોરી સબબ વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અંતર્ગત પશ્વિમ કચ્છ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ દરોડો પાડ્યો હતો, જેમાં રેતી ભરેલા પાસ પરમીટ વગરના બે ટ્રેક્ટરને તેના ચાલકો સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જપ્ત મુદ્દામાલને કોડાય પોલીસ મથકના હવાલે કરી આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરાઈ હતી
એલસીબી પીઆઇ એસ એન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ટીમ કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન બીદડા – મોટા ભાડીયા રોડ બાજુ કેનાલ પાસે બે ટ્રેક્ટર આઇસર કંપનીનુ ટ્રેક્ટર જેના રજી નં. GJ 12 FB 4898 તથા ટ્રોલી રજી.નં. GJ 12 BY 8402 તથા મહિન્દ્રા કંપનીનુ ટ્રેક્ટર જેના રજી નં. GJ 12 BR 3714 ટ્રોલી સાથે આવતા તેને ઉભા રખાવી ચેક કરતા આઇસર કંપનીના ટ્રેક્ટરમાં રેતી (ખનીજ) આશરે ત્રન ટન ભરેલ તથા મહિન્દ્રા કંપનીના ટ્રેક્ટરમાં રેતી (ખનીજ) આશરે બે ટન ભરેલ હોય જેથી ટ્રક ચાલક મયુર જયરાજ સંઘાર રહે. પીપળી વાડી વિસ્તાર, પીપળી તા.માંડવી તથા ભાણજી દેવા સંઘાર રહે. મફતનગર, બીદડા તા.માંડવી વાળા પાસે રોયલ્ટી પાસ-પરમીટ માગતા રોયલ્ટી પાસ-પરમીટ ન હોઇ આ મામલે ખાણ ખનીજ ધાર કલમ મુજબ વાહનો ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી બંને ટ્રેક્ટર કોડાય પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યા છે.