લોકભાષા-ભુજ :
ક્ચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ભુજ ખાતે યોજવામાં આવી હતી.ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી અપાઈ હતી.
આ તકે વિપક્ષી નેતા મામદ જુગ દ્વારા અબડાસા લખપતમાં ફેલાયેલી બીમારીને લઈને પાણી શુધ્ધ મળે, નિયમિત મળે, આરોગ્યની સુવિધા મળે,રસ્તા નવા બને પાયાની સુવિધા મળે, ગંદકીની સમસ્યા દૂર થાય તે માટે ભાર મુક્યો હતો.

આ તકે જિલ્લા આયોજન સમિતિમાં 13 સભ્યોની વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ મુખ્ય એજન્ડાની માહિતી આપી હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ તેમજ સર્વે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આરોગ્ય શિક્ષણ તેમજ અવનારી યોજનાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં મુખ્ય મુદ્દો અબડાસા લખપત તાલુકામાં ફેલાયેલી બીમારીનો હતો તેમજ જિલ્લા આયોજન સમિતિમાં સભ્યોની નિમણૂકનો મુદ્દો હતો.


