લોકભાષા- ભુજ :
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કન્સલ્ટન્સી વચ્ચે એમઓયુ સાઇન થયા હતા આ એમઓયુ અંતર્ગત જીએમડીસીની રિસર્ચ બ્રાન્ચ એટલે કે ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કન્સલ્ટન્સી સોસાયટી દ્વારા કચ્છ યુનિવર્સિટી માટે ખનીજ ના ક્ષેત્રમાં વિવિધ પ્રકારના ચાલતા સંશોધન ક્ષેત્રે માર્ગદર્શન આપવાના કરાર થયા હતા.
જીએમડીસી ના એક્સપર્ટ દ્વારા કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જિયોલોજી તથા ખનીજના ક્ષેત્રમાં તાલીમ આપી રિસર્ચ પ્રોજેક્ટ કરાવવા તથા જીએમડીસી ના કચ્છ વિસ્તારમાં ચાલતા વિવિધ રિસર્ચ અને ડેવલોપમેન્ટ ના કામોમાં તથા માયનિંગ ક્ષેત્રોમાં કચ્છ યુનિવર્સિટીના પાસ થયેલા વિદ્યાર્થીઓને નોકરીની તક ની પ્રાથમિકતા મળે એ પ્રકારના પ્રયાસો થશે તેવી ચર્ચા થઈ હતી
તદુપરાંત કચ્છ યુનિવર્સિટી ખાતે જીએમડીસી દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યૂનું આયોજન કરાયું હતુ જેમાં જીએમડીસી દ્વારા કચ્છ ક્ષેત્રમાં ચાલતા ખનીજના રિસર્ચના ક્ષેત્રોમાં કુલ ત્રણ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેવાયા ઇન્ટરવ્યૂમાં કુલ 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ઇન્ટરવ્યૂ પદ્ધતિના પ્રથમ તબક્કામાં સ્ક્રીનિંગ ટેસ્ટ પછી પર્સનલ ઇન્ટરવ્યૂ ગોઠવાયા ઇન્ટરવ્યૂ નું પરિણામ આવવાનું હજુ બાકી છે પણ મળેલી માહિતી મુજબ ત્રણ વિદ્યાર્થીઓને નોકરીની તક આપવામાં આવશે
એમઓયુ સાઇન કરતી વખતે જીએમડીસી ના ઓફિસર્સ જેમાં ડોક્ટર એસ કે સિન્હા જેવો હાલમાં ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કન્સલ્ટન્સી સોસાયટીના સીઈઓ છે, તેઓએ વિશ્વાસ આપ્યો કે તેઓ હંમેશા પોતાનું એકેડેમિક યોગદાન કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ને આપશે
એસ.ડી.દવે જેવો ડેપ્યુટી જનરલ મેનેજર છે જીએમડીસીના તેઓએ જીએમડીસી દ્વારા થતા વિવિધ સંશોધનો અને ખનીજ ક્ષેત્રમાં કાર્યોની માહિતી આપી હતી સુરેશકુમાર જોશી જેવો જીએમડીસી ના જનરલ મેનેજર છે તેઓએ કચ્છ યુનિવર્સિટીને ખાસ કરીને જીઓ સાયન્સ વિભાગને જીએમડીસી દ્વારા વિવિધ રિસર્ચને લગતી તથા વિદ્યાર્થીઓને ભણવા ને લગતી પ્રક્રિયામાં જીએમડીસી દ્વારા મદદ મળશે તેઓ વિશ્વાસ વ્યક્ત કરેલો અને યુનિવર્સિટીને વિવિધ પ્રકારની ગ્રાન્ટ કયા ક્ષેત્રોમાંથી મળી શકે છે તે વિશે પણ ચર્ચા કરી હતી
આ પ્રસંગ અનુરૂપે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઈ પટેલ એ જણાવ્યું હતું કે કચ્છના વિદ્યાર્થીઓ નોકરીની તક માટે બારે ન જાઉં પડે અને કચ્છમાં જ તેઓને રોજગાર મળી રહે તેવા પ્રયત્નો હાલમાં જીએમડીસી દ્વારા થઈ રહ્યા છે તે વાતને બિરદાવી હતી અને ડોક્ટર પટેલ દ્વારા જીએમડીસીને સ્કિલને લગતા વિવિધ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ શરૂ કરી શકાય તે માટે જીએમડીસી ને કચ્છ યુનિવર્સિટી તરફથી પૂરેપૂરું યોગદાન મળશે તેવો વિશ્વાસ આપ્યો હતો
આ એમ.ઓ યું અંતર્ગત કચ્છ યુનિવર્સિટી જીએમડીસી ના નેજા હેઠળ માઇનિંગ તથા મિનરલ એક્સપ્લોરેશનને લઈને વિવિધ કોર્સ ચાલુ કરશે તેવી ચર્ચા પણ થઈ હતી.
આ એમઓયુ અંતર્ગત તારીખ 25 સપ્ટેમ્બર 2024 ના રોજ ડોક્ટર સિન્હા દ્વારા કચ્છ યુનિવર્સિટીના માસ્ટર્સ તથા પીએચડી ના વિદ્યાર્થીઓને મિનરલ ક્ષેત્રે એક એક્સપર્ટ લેક્ચર પણ આપેલું હતું જેમાં જીઓ સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ આ લેક્ચરનો લાભ લીધો હતો


