લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ અંજાર તાલુકાનાં તુણા ગામ નજીક ખાણ ખનીજ ફ્લાઇંગ સ્કવોડની ટીમ ઉપર હુમલો કરતા ઓવર લોડેડ ભરેલી ચાર ટ્રક સાથે ત્રણ ભૂમાફિયા ઉપર ખાણખનીજ વિભાગ દ્વારા અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
અંજાર તાલુકાનાં તુણા ગામ નજીક ખાણ ખનીજની ફ્લાઇંગ સ્કવોડની ટીમે ગેરકાયદેસર ખનીજનું વહન કરતાં ૪ વાહનોને ઝડપી લીધા હતા. જે દરમિયાન વાહન માલિકો અને ચાલકો દ્વારા ફ્લાઇન સ્કવોડની ટિમ પર હુમલો કરવામાં આવ્યો હતો જેનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.જેમાં ફ્લાઈંગ સ્કોડ પર ટ્રક માલિક તેમજ તેમની સાથે આવેલા લોકો હુમલો કરતા જોવા મળી રહ્યા હતા. ટ્રક રોકતા ખાણ ખનીજની ટીમને લાફાવાળી કરી અને લાતો મારતા હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જોવા મળ્યું છે. સરકારી કર્મચારી પર ચાલુ નોકરીએ હુમલો કર્યો હોવાનું ગંભીર બનાવ બન્યો હોવા ઉપરાંત તેના પુરાવા રૂપે વિડીયો પણ હોતા આખરે ખાણ ખનીજ વિભાગ દ્વારા ચાર ટ્રકને સીઝ કરી ત્રણ લોકો ઉપર અંજાર પોલીસ સ્ટેશનમાં કાયદાકીય ફરિયાદ કરવામાં આવી છે.
કચ્છમાં બેફામ થતી ખનિજ ચોરી અટકાવવા માટે પ્રયત્નશીલ રહેતી ફલાઈંગ સ્કવોડની ટુકડી અંજાર વિસ્તારમાં આકસ્મીક ચેકીંગ કરી હતી ત્યારે તુણા રોડ પર ખનીજ ભરીને જતા વાહનોને અટકાવવામાં આવ્યા હતા. જો કે કાર્યવાહીથી ઉશ્કેરાયેલા અમુક શખ્સોએ ફલાઈંગ સ્કવોડની ટુકડીના અધિકારી અને સિક્યુરીટી ગાર્ડ પર હાથાપાઈ કરી હુમલો કર્યો હતો સમગ્ર ધટના વિડીયોમાં પણ કેદ થઇ હતી. ધટનાના મુડમાં ઓવરલોડ લઇ જવાતા વાહનો હતા આ અંગે ખાણખનીજ વિભાગના અધિકારી મેહુલ શાહનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યુ હતુ કે ગુરૂવારે રાત્રે આ બનાવ બન્યો હતો.જેમાં બ્લેકટ્રેપ ઓવરલોડ લઇ જવાતા વાહનો પકડ્યા હતા જે બાદ ઝપાઝપી થઇ હતી અને વાહનો લઇ જવાના પ્રયાસો થયા હતા પરંતુ ખાણખનીજ વિભાગે ચાર વાહનો જપ્ત કરી તેને સિઝ કર્યા છે. અને કંડલા પોલીસ મથકે રાખવામાં આવી છે. તેના લોકો ઉપર કાયદેસરની ફરિયાદ પણ કરવામાં આવી છે. મેહુલ શાહએ વધુમાં જણાવ્યું કે આ બનાવ બનાવનું હેતુ એ હતું કે ફલાઈંગ સ્કોર્ડની ટીમ બાતમી મળી હતી કે પૂર્વ કચ્છ અંજારના તુણા પાસે બ્લેક ટ્રેપ ભરેલી ઓવરલોડ વાહન અને ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે ટીમ તપાસમાં જતી હતી અને રસ્તામાં બ્લેક ટ્રેપ ભરેલી ચાર ટ્રક સોર્કડ ની ટીમ દ્વારા રોકવામાં આવી અને રોયલ્ટી માંગવામાં આવી હતી જેમાં રોયલ્ટી કરતા વધારે ગાડી ઓવરલોડ હતી એટલે ફ્લાઇંગ સ્કોરડ ની ટીમ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે ટ્રકના માલિક સાથે અન્ય લોકો આવ્યા અને આવતાં જ ગાળો અને ટીમ ઉપર હુમલો કરી દીધો હતો જે વીડિયોમાં પણ દેખાય છે સમગ્ર મામલે ઊંચ અધિકારીને વાત કરી અંજાર પોલીસ સ્ટેશનમાં ખાન ખનિજ વિભાગ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

