લોકભાષા-ભુજ :
ખાવડા નજીક આવેલા કોટડા ચેક પોસ્ટ પર બોલેરો જીપની અડફેટે આવી જતાં રોડ ક્રોસ કરી રહેલા ધ્રોબાણા ગામના 8 વર્ષના બાળકનું ભંભીર ઇજાઓ ને કારણે મોત નીપજ્યું હતું. મોતના બનાવથી ઇદના દિવસે મૃતકના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. અકસ્માત કર્યા બાદ ગાડીનો ચાલક પોલીસ મથકે હાજર થઇ ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતનો બનાવ સોમવારે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં બન્યો હતો. ધ્રોબાણા ગામે ધુણારાવાંઢમાં રહેતા રીઝવાન રાજપાર સમા (ઉ.વ.8) નામનો બાળક તેમના કાકા સાથે ખેતરે જઇ રહ્યો હતો. ત્યારે કોડડા ચેક પોસ્ટ પાસે રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવતી બોલેરો જીપના ચાલકે બાળકને ટકકર મારતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ બાળકને પ્રથમ ખાવડા સરકારી દવાખાનામાં લઇ જવાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.


