લોકભાષા-નલિયા :
ખાવડાના રાજકીય આગેવાન જુમા અલીમામદ સમાના પુત્ર પર હુમલો કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ઈજાગ્રસ્ત અભન સમાને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો ખાણ ખનીજની ટીમની હાજરીમાં પૂર્વ વિપક્ષી નેતાના પુત્ર અભન સમા પર હુમલો થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે
ખાણ ખનીજ વિભાગને બાતમી આપી હોવાની વાતે મનદુઃખ લગાડી માર મરાયો હતો ખનીજ માફિયાઓ દ્વારા જાન લેવા હુમલો કરાતા ખાવડા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ધ્રોબાણાના કાસમ સિધિક નામના શખ્સ દ્વારા ધોકા વડે જાન લેવા હુમલો કરી ઈજાગ્રસ્તના વાહનમાં પણ તોડફોડ કરાઈ હતી ધ્રોબાણાના કાસમ સિદિક અને અન્ય એક શખ્સ દ્વારા માર મરાયો હતો ખાવડા પંથકમાં બેફામ ખનીજ ચોરી થતી હોવાની અનેક ઉઠી ફરિયાદો ઉઠી છે.
તસ્વીર : જગદીશભાઈ ભાનુશાલી


