લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ તાલુકાના ગળપાદર નજીક કાકાએ છરીના ઘા ઝીંકી ભત્રીજાની હત્યા નિપજાવી હોવાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. ઘટના બાદ પોલીસે સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવવાની મળતી વિગતો મુજબ ગળપાદર નજીક આવેલી હોટલ પાસે દિપક ખેંગારભાઈ લોખીલને તેના કાકા કાનજી રાજાભાઈ લોખીલએ છરીના ઘા ઝીંકી દીધા હતા આ બનાવમાં કાનજીભાઈ અને પણ ઈજાઓ પહોંચી હતી જ્યારે દીપકને ગંભીર ઇજાઓ થતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું આ બનાવ અંગે વધુ મળતી વિગતો મુજબ મકાનના વિવાદમાં કાકા ભત્રીજા વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઝઘડો થયો હતો જેમાં કાનજીભાઈ લોખીલે ભત્રીજા દિપકને છરીના ઘા ઝીંકી દીધા હતા જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે આ બનાવમાં કાનજીભાઈ ને પણ સહિતની ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે જોકે આ બાબતે વિધિવત ફરિયાદ નોંધાયા બાદ સાચી હકીકતો જાણવા મળી શકે છે.