લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામના નેશનલ હાઇવે ઉપર આવેલા કાર્ગો મોટર્સના વર્કશોપમા કોઇ અગમ્ય કારણોસર એકાએક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી વર્કશોપમાં પડેલી કાર બળીને ખાખ થઈ જવા પામી હતી જેથી મોટું નુકસાન થવા પામ્યું હતું જોકે આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી.
આ બનાવની મળતી વિગતો મુજબ ગાંધીધામ નેશનલ હાઈવે ઉપર કાર્ગો મોટર્સ ના વર્કશોપમાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી ગાંધીધામ નગરપાલિકા, કંડલા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન અને ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના ફાઈટર દ્વારા આગને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી આશરે સતત ત્રણ કલાક જેટલો ત્રણ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો ત્યાર બાદ આગને કાબુમાં લઈ શકાય હતી.
એકાએક આગ લાગતા થોડો સમય અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડની ટીમ માટે મુશ્કેલ બન્યું હતું આગને કારણે વર્કશોપમાં રાખવામાં આવેલી કારને મોટું નુકસાન થયું છે મોટાભાગની કાર બળીને ખાખ થઈ જવા પામી હતી. જોકે આ અંગે મોડે સુધી વિધિવત ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોય નુકસાનીનો આંક બહાર આવ્યો નથી.
જ્યારે બીજો આગનો બનાવ આદિપુર રહેણાંક વિસ્તારમાં બન્યો હતો આદિપુરના ૫-એ વિસ્તારમાં એસીના વાયરમાં શોકસર્કિટ થતા એકાએક આગ ભભૂકી ઊઠી હતી રહેણાંક વિસ્તારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ગાંધીધામ નગરપાલિકાની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગની કાબુમાં લીધી હતી