લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો પરંતુ નગરજનોને સમસ્યામાંથી છુટકારો મળતો નથી સેક્ટર વિસ્તારમાં પાણી લિકેજની દશ દિવસથી સમસ્યા છે, પાણીનો વેડફાટ થઈ રહ્યો છે છતા કોર્પોરેશનનુ વહીવટી તંત્ર આ પ્રશ્નનો ઉકેલ લાવવામા નિષ્ફળ રહ્યું છે
ગાંધીધામ કોર્પોરેશન બન્યા પછી લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે. વર્ષો જૂની કેટલીક સમસ્યાઓ ઉકેલાશે છે તેવી આશાઓ બંધાઈ હતી. દરમિયાન છેલ્લા દસ દિવસથી સેક્ટર ચારમાં પાણીની લાઈન લીકેજથી મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે. લાઈન લીકેજથી ઉભી થયેલી સ્થિતિને લઈને નવા બનાવેલ સીસી રોડ પર પાણી વહેતુ હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ તેમજ આ વિસ્તારમાં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે છતા મહાનગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી વહીવટમાં સુધારો આવશે અને લોકોના પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવશે તેવી લોકોને આશા હતી પરંતુ હાલમાં પણ સ્થિતિ યથાવત્એ છે એક યા બીજા કારણોસર સમસ્યાનો ઉકેલ લાવવામાં વિલંબ થઈ રહ્યો છે.
ગાંધીધામના સેક્ટર ચારમાં પાણી લાઇન લીકેજ થતા છેલ્લા દસ દિવસથી પાણીનો બગાડ થઈ રહ્યો છે સાથે સાથે નવા બનાવેલ સીસી રોડ પર અવરજવર કરતા લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ અંગે કોર્પોરેશનમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવ્યા પછી પણ દશ દિવસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી અને નક્કર કામગીરી કરવામાં આવી નથી. આ અંગે મહાનગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા પાણી લિકેજને અટકાવી પાણીના વેડફાટને બંધ કરી લોકોને વેઠવી પડતી સમસ્યાઓનો ઉકેલ લાવે તેવી આ વિસ્તારના લોકો દ્વારા માગણી કરવામાં આવી છે.