લોકભાષા-ગાંધીધામ :
જગતજનની માતૃશક્તિની આરાધનાના નવરાત્રી પર્વ દરમ્યાન રામલીલાના આયોજનની પરંપરા વર્તમાન સમયે પણ અકબંધ રહી છે. કચ્છમાં વિવિધ સ્થળો પર નવરાત્રિ નિમિત્તે રામલીલાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગાંધીધામ સંકુલમાં અગ્રવાલ સમાજ અને સર્વ સનામત ધર્મપ્રેમીઓના ઉપક્રમે છેલ્લા ૫૪ વર્ષથી રામલીલા અને દશહરા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
ગાંધીધામના શક્તિનગર ગ્રાઉન્ડ ખાતે બીજા નોરતે શુક્રવારે રામલીલાનો દિપ પ્રગટાવી દબદબાભેર
પ્રારંભ કરાયો હતો. પ્રથમ દિવસે વિઘ્નહર્તા ગણેશજીના પૂજન બાદ નારદ મોહ, શ્રવણનું મૃત્ય અને
રાવણ અત્યાચારના પ્રસંગોનું મંચન કરાયું હતું. કલાકારોએ ભાવવાહી અભિનય સાથે પૌરાણાકિ પાત્રોને જીવંત બનાવ્યા હતા. રામલીલા નિહાળવા શક્તિનગર ગ્રાઉન્ડમાં ગાંધીધામ સંકુલમાંથી બહોળી સંખ્યામાં ભાવિકોનો સમૂદાયો ઉમટ્યો હતો.
ગાંધીધામ અગ્રવાલ સમાજના પ્રમુખ સમીરભાઈ ગર્ગ, પ્રોજેક્ટ ચેરમેન સુરેશભાઈ ગુપ્તાના માર્ગદર્શન
હેઠળ રામલીલા અને દશહરા મહોત્સવના આયોજન માટે ગાંધીધામ અગ્રવાલ સમાજના હોદ્દેદારો, યુવકો,

મહિલાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. રામલીલા મહોત્સવને દિપ પ્રગટાવી ને નવનીત ગજ્જર, એસ.એન. દુબે, સંતોષજી ગોયલ, નંદલાલ ગુપ્તા, ડી.કે. અગ્રવાલ, આનંદ સ્વરૂપજી મિતલ, રઘુવીર ગુપ્તા પ્રારેભ કરાયો હતો. આ પ્રસંગે અગ્રવાલ સમાજના સંજયભાઈ ગર્ગ, આલોક મોર, ભગવાનદાસ ગુપ્તા, પી.સી. અગ્રવાલ,દેવકીનંદન બંસલ, સંજય સિંઘલ ઉપરાંત વિવિધ સમાજના આગેવાનો, રામભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.



