ગાંધીધામ નગરપાલિકા ખાતે જિલ્લા કલેકટર દ્વારા મહાનગરપાલિકા અંગે ચાલતી કાર્યવાહી અંગે ચર્ચા કરી
લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ આ દિશામાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા આજે ગાંધીધામ નગરપાલિકાની મુલાકાત લઇ અધિકારી પદાધિકારીઓ સાથે મહાનગરપાલિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને સીમાંકન સહિત વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી
સુધરાઇ કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં કચ્છ કલેકટર અમિત અરોરા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અંજાર પ્રાંત અધિકારી સુનીલ સોલંકી, ગાંધીધામના મામલતદાર દિનેશ પરમાર, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, નગરપાલિકા પ્રમુખ તેજસભાઇ શેઠ વગેરેની ઉપસ્થિતિ રહ્યા હતા અને મહાનગરપાલિકા અંગે અત્યાર સુધીમા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરે મહાનગરપાલિકાના નવા સિમાંકન મુદ્દે ચર્ચા કરી અત્યાર સુધીમાં કયા કયા ગામોએ મહાનગરપાલિકામાં સમાવેશ કરવા માટે પોતાની સહમતી દર્શાવી છે એ બાબતે જાણકારી મેળવી હતી.
ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત બાદ નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા આ અંગે રાજ્ય સરકાર સાથે વિવિધ મુદ્દે કાર્યવાહી અને પત્ર વ્યવહાર ચાલુ કરવામાં આવ્યા છે. ત્યારે જિલ્લા કલેકટર દ્વારા પણ આ મુદ્દે ચર્ચા કરી