લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ પોલીસે તાજેતરમાં જ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. મીઠીરોહર પાસે બિનવારસુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જો કે હજુ સુધી આ જથ્થા અંગે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી નથી. તાજેતરમાં જ યોજાયેલ લોક સંવાદના કાર્યક્રમમાં પણ યુવાનોમાં વધી રહેલી નશાની લત અંગે ચર્ચા ઉઠી હતી જે સંદર્ભે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા માદક પદાર્થ વેચતા લોકો ઉપર કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી છે દરમિયાન ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે ખાનગી હોટલમાંથી બે શખ્સોને કોકેઈનના જથ્થા સાથે ઝડપી એનડીપીએસ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે
આ અંગે પોલીસે આપેલી માહિતી મુજબ ગાંધીધામ એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે કોકેઈન માદક પદાર્થ સાથે ગાંધીધામ નજીક આવેલી હોટલ એરલાઇન્સમાંથી આરોપી ચનનસિંઘ કુંદનસિંઘ મજબીશેખ અને પરેશ અરજણદાસ અડવાણીને ૧૭.૭૫ લાખના કોકેઈનના જથ્થા સાથે ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીધામ સહીત કચ્છમા ડ્રગ્સ કોકેઈન જેવા માદક પદાર્થના નશામા યુવાનો ડુબી રહયા છે. પોલીસ દ્વારા સમયાંતરે ડ્રગ્સ અને કોકેઈનના જથ્થા સાથે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે પરંતુ યુવાધન આવા નશાની લતમા ધકેલાય રહ્યું છે તે અત્યંત ચિંતાજનક છે.
કચ્છના દરિયાઈ વિસ્તારોમાંથી પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સના પેકેટ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરે છે. તેમ છતાં કચ્છ વિવિધ વિસ્તારોમાં પહોંચતો ડ્રગ્સ, કોકેઈન, ચરસ, ગાજા જેવા માદક પદાર્થનો જથ્થો પહોચે છે અને યુવાનો તેની લતમા પડી પોતાની અને પરિવારની જિંદગી બરબાદ કરે છે.
ગાંધીધામ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા કોકેઈનના જથ્થા સાથે બે શખ્સોની પુછપરછ કરી કોકેઈનનો જથ્થો ક્યાંથી મેળવ્યો અને કયા કયા સપ્લાય કર્યો તે બાબતે ઊંડાણથી તપાસ કરી સપ્લાયના મુળ સુધી પહોચી આ નાસાના કારોબારીને ઝડપી લેવા જોઈએ.


