લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ એ ડીવીઝન પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને પેટ્રોલિંગ દ૨મ્યાન મળેલ બાતમી હકીકત આધારે ગાંધીધામ કાર્ગો પી.એસ.એલ. ઝુપડા ગલી નંબ૨-૧ ની અંદર આવેલ મકાનમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
ગાંધીધામ એ ડીવીઝન પોલીસે આરોપી દિપક ૨મેશભાઈ વાલ્મીકીના કબ્જામાંથી ગેરકાયદેસ૨ રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો રેઇડ દરમિયાન ઝડપી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
આ રેડ દરમિયાન આરોપી દિપક ૨મેશભાઈ વાલ્મીકી ઉ.વ.૧૮ ૨હે- કાર્ગો પી.એસ.એલ. ગલી નંબ૨-૧ મજદુર સંઘની ઓફીસની બાજુમાં ગાંધીધામના કબ્જામાંથી ગાંજો ૧ કિલો ૨૭૧ ગ્રામ કિંમત રૂપિયા ૧૨,૭૧૦, મોબાઈલ ફોન નંગ ૧ કિંમત રૂપિયા ૫,૦૦૦, વજન કાંટો કિંમત રૂપિયા ૫૦૦ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

