લોકભાષા-ગાંધીધામ :
ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને એસ.ઓ.જી. ગાંધીધામએ ઝડપી પાડ્યા હતા
પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ને ખાનગી બાતમી મળી હતી કે, ગાંધીધામ વિસ્તારમાં આવેલ બિઝનેશ આર્કેડ પ્લોટ નંબર ૮. ડી.સી-૨ સુભાષનગ૨ કોરીયર ઓફીસ ખાતે માદક પદાર્થ ગાંજાની ડીલેવરી લેવા આવનાર હોય જેથી વોચમાં રહી, કુરીયરની ઓફીસમાંથી બહાર પાર્સલ લઈ નીકળતા આરોપી રાજીવ વિન્દેશ્વ૨ રાય અને સુભાષ દાહોર જાદવને ઝડપી પાડ્યા હતા.
પૂર્વ કચ્છ એસઓજીએ બાતમીના આધારે આરોપી ૨ાજીવ વિન્દેશ્વ૨ ૨ાય ઉવ ૪૧ ૨હે. પી.એસ.એલ. કાર્ગો ઝુંપડા ગાંધીધામ મુળ ૨હે. નયા ટોલા સબનીમા આથમગોળા પટના બિહાર અને સુભાષ દાહોર જાદવ ઉવ ૩૫ ૨હે.શાંતિધામ હરીઓમનગર બુધ્ધ બજા૨ની બાજુમાં ગાંધીધામ મુળ રહે. પીથોનજીયા થાના ભાદોર પટના બિહારને માદક પદાર્થ ગાંજો ૧૨.૧૪૦ કિલોગ્રામ કિંમત રૂપીયા ૧,૨૧,૪૦૦નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જયારે આ ગુનામા આરોપી અજય સાવ રહે. ગામ બાલુ ગાઉ તા.બ્રહ્માપુર ઓરીસ્સા અને ગાંજાની ડીલેવરી લેનારની સંડોવણી ખુલતા તમામ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે.

