લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામમાથી ચોરાયેલી આઠ બાઈક સાથે લાકડીયા પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી મોટરસાયકલ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી કરી કુલ-૦૮ મોટરસાયકલ સાથે એક આરોપીને લાકડીયા પોલીસે ઝડપી ઝડપી પાડ્યો હતો
આ અંગે મળતી વિગતો મુજબ લાકડીયા પોલીસ સ્ટેશનના ટેકનીકલ સર્વેલન્શની ટીમ વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન એક ઇસમ નંબર પ્લેટ વગરના મો.સા. સાથે મળી આવતા તેની પુછપરછ કરતા તેના કબજામાંથી કુલ-૦૮ મોટરસાયકલ કિંમત રૂપિયા 1.95 લાખ મળી આવતા આરોપી જયેશ રમેશ કોલીની અટકાયત કરી મુદ્દામાલને BNSS કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી


