લોકભાષા-ગાંધીધામ :
શહેરના અગ્રવાલ સમાજના ઉપક્રમે અસુરો ઉપર દૈવી શકિતના વિજયના પ્રતિક દશેરા પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગાંધીધામના ઝંડાચોકથી રાવણ દહન માટે ભગવાન રામની વાનરસેનાની યાત્રાનો પ્રારંભ થયો હતો. જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જયશ્રી રામના નારાઓ સાથે ટાગોર રોડ ઉપરના ડીપીટીના ગ્રાઉન્ડ પર પહોંચી હતી જયા રાવણના પુતળાનું દહન અને ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.
અગ્રવાલ સમાજ દ્વારા આયોજિત આ દશેરા મહોત્સવમા રાવણનુ ૬૫ ફૂટનુ જ્યારે કુંભકરણ અને મેઘનાથનુ ૫૦-૫૦ ફુટના પુતળા બનાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, અગ્રવાલ સમાજના પ્રમુખ સમીરભાઈ ગર્ગ, સુરેશભાઈ ગુપ્તા, નગરપાલિકાના પ્રમુખ તેજસભાઈ શેઠ, નગરસેવકો કમલેશભાઈ પરિયાણી, પુનિતભાઈ દુધરેજીયા, ભાજપના આગેવાનો મોમાયાભા ગઢવી, મહેન્દ્રભાઈ જુણેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ગાંધીધામ અગ્રવાલ સમાજના પ્રમુખ સમીરભાઈ ગર્ગ, પ્રોજેકટ ચેરમેન સુરેશ ગુપ્તા અને સંજય ગર્ગના માર્ગદર્શન હેઠળ સમાજના હોદ્દેદારો, યુવા અને મહિલા મંડળના સભ્યો તથા રામ સેવકો જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમને દશ હજારથી વધુ લોકોએ માણ્યતે હતી તેવું મીડિયા કન્વીનર અશોક મિતલની યાદીમાં જણાવાયું હતું.