લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામમાં ઉનાળાની શરૂઆતમા જ પાણીનો કકળાટ શરૂ થયો છે. વિવિધ વિસ્તારોમાં નિયમિત અને પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળતો ન હોવાની ફરિયાદ ઉઠી છે
આ અંગે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમા જણાવ્યું છે કે નવી સુંદરપુરી વિસ્તારમાં મોટે ભાગે ગરીબ અને પછાતવર્ગના લોકો વસવાટ કરી રહયા છે. હાલમાં ગરમીની સીઝન ચાલી રહી છે ત્યારે નવી સુંદરપુરીના વિવિધ વિસ્તારો જેવા કે આહિરવાસ, ઈમામ ચોક, મસ્જીદ વિસ્તાર, પંચાયતી પ્રાથમિક શાળા વિસ્તારમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને સ્થાનિક લોકોને પાણી ન મળવાથી પ્રાઈવેટ મોઘા ભાવના ટ્રેકટરો મંગાવવા પડે છે. જેથી આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પાણીની સપ્લાય કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
આ ઉપરાંત સુંદરપુરી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટે સાત-આઠ દિવસે માત્ર એક વખત ગાડી આવે છે જેથી સમગ્ર વિસ્તારોમાં બહેનો પોતાના ઘરોમાં કચરો સંઘરી રાખે છે અને કોઈ સફાઈ થતી નથી. ડોર ટુ ડોર કચરા કલેકશનના ઠેકેદારના કરોડો રૂપિયા મહાનગરપાલિકા ઉપ૨ ચડી ગયેલ હોવાના કારણે ઠેકેદારને રૂપિયા ના ચુકવાતા ઠેકેદાર ઘ્વારા કચરો દરરોજ ને બદલે અઠવાડીયામાં માત્ર એક વખત કચરો ઉપાડવા આવે છે. તેમ જણાવ્યું છે
નવી સુંદરપુરી પાણીના ટાંકા થી ૯/બી ચોકડી સુધી ગરીબોના કાચા-પાકા દુકાનો-મકાનો ના દબાણો દૂર કરવામાં આવ્યા. પરંતુ મલબો ઉપાડવામાં આવેલ નથી અને અગાઉ આ રોડ ઉપર વરસાદી નાલુ બનાવવામાં આવેલ હતું તે બંધ થઈ ગયેલ છે. આ વરસાદી નાલુ ફરીથી ચાલુ કરવામાં આવે જેથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકે. વરસાદની સીઝન નજીક આવી રહી છે અને જો મલબો ઉપાડવામાં નહી આવે તો વરસાદી પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી જેને કારણે લોકોને ખુબજ હાલાકી ભોગવવી પડશે. મલબો ના ઉપાડવાના કારણે વાહન ચાલકોને ખુબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. ગરીબોના દબાણ હટયા, ગાંધીધામમાં અનેક જગ્યાએ દબાણો છે અને અમુક જગ્યાએ નોટીસો આપેલ હોવા છતાં હજુ સુધી દબાણો હટાવવામાં આવેલ નથી, તો મહાનગરપાલિકા તંત્રને માત્ર ગરીબોના દબાણો જ દેખાય છે જે તદન અન્યાયી બાબત છે.
નવી સુંદરપુરી વિસ્તારોમાં વરસાદ પહેલા ગટરલાઈન સફાઈ કરવામાં આવે હાલે અનેક જગ્યાએ ગટરો ઉભરાઈ રહી છે, તે પણ ઠેકેદારના લેણા બાકી હોવાથી ગટરના કામો થતાં નથી.
ગાંધીધામના ઝૂપડપટ્ટી વિસ્તારોમાં ઘર વીજ કનેકશન માટે એન.ઓ.સી. આપવામાં આવે. અગાઉ નગરપાલિકા હતી ત્યારે આ ઝૂપડપટ્ટીઓ ઘર વીજ કનેકશન માટે એન.ઓ.સી. આપવામાં આવતી હતી. હાલે મહાનગરપાલિકા બનતા આ ઝૂપડપટ્ટીના ઘર વીજ કનેકશન માટે એન.ઓ.સી. આપવામાં આવતી નથી. તો ગાંધીધામ ઝૂપડપટી વિસ્તારોના ઘરોમાં એન.ઓ.સી. આપવામાં આવે તેવી પણ રજુઆત કરવામાં આવી છે
ઉપરોકત જણાવ્યા મુજબ પીવના પાણી, ગટર, સાફ-સફાઈના કામો થવા તેમજ ઝૂપડપટ્ટી વિસ્તારોમાં ઘર વીજ કનેકશન લેવા માટે મહાનગ૨પાલિકાની એન.ઓ.સી. સત્વરે આપવામાં આવે તેવી માંગણી સાથે રજુઆત છે.
આ આવેદનપત્ર આપતી વખતે ગાંધીધામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ગુપ્તા, બળવંતસિંહ ઝાલા, પ્રતીક સિંગલ, રમેશભાઈ પ્રજાપતિ, સિકંદરભાઈ પઠાણ, બાબુભાઇ આહીર, લાલજીભાઈ સથવારા, જશવંતસિંહ સોઢી, ધનજીભાઈ મહેશ્વરી, નિકુંજભાઈ પરમાર, આદમભાઈ ઘોસા, વિજયભાઈ પ્રજાપતિ, ઇમરાનભાઈ સુમરા, હેતલબેન પ્રજાપતિ, લાડુબેન પટેલ, નિતાબેન આહીર, કિજલબેન પ્રજાપતિ, ભારતીબેન પ્રજાપતિ, ભાવનાબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા


