લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ગાંધીધામ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સમીપભાઈ જોશીએ દિનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેનને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે એસ આર સી લિમિટેડ આદિપુર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટનુ ગત તા. 1-4-2024 થી દિન પોર્ટ ઓથોરિટી અને એસઆરસી લિમિટેડ આદિપુર દ્વારા અનિશ્ચિતકાળ માટે ટ્રાન્સફર પરમિશન ઉપર ગેર બંધારણીય રીતે રોક લગાવીને કેન્દ્ર અને રાજ્ય સરકારને કરોડો રૂપિયાની આવક પર રોક લગાવીને ગાંધીધામ આદિપુરના વિકાસને બ્રેક મારીને શહેરીજનો પ્લોટ ધારકોની કનડગત કરવામાં આવી રહ્યા છે જે અત્યંત ખેદજનક છે.
તેમણે આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે એસઆરસી લિમિટેડ આદિપુરના પ્લોટ ધારકો ભારત દેશના નાગરિકો છે ભારતના નાગરિક હોવાને કારણે ભારત દેશના કોઈપણ રાજ્યમાં વસવાટ કરી શકે છે ધંધો કરી શકે છે એ એમનો મૂળભૂત બંધારણીય અધિકાર છે એ જ રીતે ભારતની સીમામા કોઈપણ રાજ્યમાં મિલકત ખરીદ અને વેચાણ કરવાનો પણ બંધારણીય અધિકાર છે ત્યારે દિનદયાળ પોર્ટ ઓથોરિટી અને એસઆરસી લિમિટેડ આદિપુર દ્વારા ખુલ્લા પ્લોટની ટ્રાન્સફર પરમિશન બંધ કરવી રોક લગાવી ગેર બંધારણીય ગેરકાનૂની ગેર વ્યાજબી અને કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધનું કામ છે ટ્રાન્સફર પરમિશનથી ગુજરાત સરકારને મળનારી સ્ટેમ ડ્યુટી રજીસ્ટન્ટ ફી ની આવક પર રોક લગાવીએ છે તે અધિકારી તરીકે લીઝ ડીડ અને સબ લીઝ ડીડની શરતોનું ખોટું અર્થઘટન કરી એ ટ્રાન્સફર પરમિશન તેમજ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની ઉભી થનારી આવક પર રોક લગાવી આપની અંગત જવાબદારી ઊભી થાય છે જે ગંભીર બાબત છે આગામી 15 દિવસમાં એસઆરસી લિમિટેડ આદિપુરના ખુલ્લા પ્લોટની ટ્રાન્સફર પરમિશન શરૂ કરવામાં આવે અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે દિનદયાળ પોર્ટ ઓથોરિટીની બહાર પ્રતિક ઉપવાસ ઉપર બેસીને વિરોધ નોંધાવશે તેવું આ પત્રના અંતમાં જણાવી શહેરના વ્યાપક હિતમાં યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કર્યો છે.

