લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામના સ્પોર્ટ્સ સંકુલ પાસે યુવાન અર્ધ બેભાન અવસ્થામાં મળી આવતા ૧૦૮ મારફતે રામબાગ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જયા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
આ બનાવની મળતી વિગતો મુજબ ભુજના દેશલપરના યુવાનને અજાણ્યા શખ્સોએ માર્યો હતો અને અર્ધ બેભાન હાલતમાં ગાંધીધામના સ્પોર્ટ્સ સંકુલ નજીક હોવાનુ ૧૦૮ને જાણ થતાં સારવાર માટે આદીપુરની રામબાગ હોસ્પિટલે ખસેડાયો હતો. વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલાં જ રામબાગ હોસ્પિટલમા યુવાને દમ તોડ્યો હત
ગાંધીધામના સ્પોર્ટ્સ સંકુલ પાસે અર્ધ બેભાન હાલતમાં દેશલપરનો પાર્થ મહેશ્વરી નામનો યુવાન મળી આવ્યો હતો જેને ૧૦૮ દ્વારા આદિપુરની રામબાગ હોસ્પિટલમા લઈ જવાતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું તબીબે જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે જાણ થતાં ગાંધીધામ એ ડીવીઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમિક વિગતો મુજબ દેશલપરના પાર્થ મહેશ્વરી નામના આ યુવાનને મારમારવામા આવ્યો હતો જેથી ગંભીર ઇજાઓ પહોંચી હતી. રામબાગ હોસ્પિટલે સારવાર કારગત નીવડે તે પહેલા જ તેનુ મૃત્યુ નિપજ્યું હતું.
ગાંધીધામ એ ડીવીઝન પોલીસ દ્વારા યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. અને ફરિયાદ નોંધાવાની તજવીજ કરી હતી. ભોગ બનનારના પરિવાર જનો ગાંધીધામ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવે ત્યારબાદ બનાવ અંગેની વિગતો બહાર આવશે