લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામમા રેલવેના લોકો પાયલોટ દ્વારા ત્રણ દિવસથી વિવિધ માંગણીઓ સાથે ધરણાં પર બેસી ગયા છે. જેમા આશરે ૨૦થી વધુ લોકો પાયલોટ અને સહ લોકો પાયલોટની તબીયત લથડતા જુદીજુદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
આ અંગે ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન ગાંધીધામના મુનીરામ મીનાએ જણાવ્યું હતું કે ગાંધીધામના આસરે ૬૦૦ લોકો પાયલોટને વેઠવી પડતી મુશ્કેલીઓ સંદર્ભે બે બે વખત પ્રશાસનને આવેદનપત્ર આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી હતી દરરોજ 200 થી 250 જેટલા લોકો પાયલોટ અને સહ લોકો પાયલોટ આ ધારણામાં બેસે છે જ્યારે નોકરી ઉપર જતા લોકો પાયલોટ અને સહ લોકો પાયલોટ પણ ભૂખ્યા રહીને આ આંદોલનને સમર્થન આપી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે 16 મુદ્દા ઉપર પોતાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખાસ કરીને કામનું ભારણ મુખ્ય મુદ્દો છે આ ઉપરાંત વિવિધ માંગણીઓ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે પરંતુ પ્રશાસન દ્વારા હજુ સુધી આ અંગે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી જેના કારણે ત્રીજા દિવસે પણ આ આંદોલન યથાવત રહ્યું હતું લોકો પાયલોટના આંદોલનમાં ફરજ પર નિયુક્ત લોકો પાયલોટ અને સહ લોકો પાયલોટ પણ ઉપવાસ કરી રહ્યા હોવાથી આશરે 20 જેટલા લોકો અને સહ લોકો પાયલોટની તબિયત લથડી હતી જેમને ગાંધીધામ અંજાર ભચાઉ અને સાંતલપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓ સારવાર લઈ રહ્યા છે જ્યારે આ લોકો પાયલોટ અને સહ લોકો પાયલોટની તબિયત લથડતા 20 જેટલી માલગાડી પણ પ્રભાવિત થઈ છે આ અંગે રેલવે પ્રશાસન દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી