લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામના ઓસ્લો એસબીઆઈ બેંકના સીક્યુરીટી ગાર્ડ દ્વારા બેંકની બહાર મીસ ફાયર થતા તેમને જ હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ગાંધીધામ એસબીઆઈ ઓસ્લો બ્રાંચની બહાર સીક્યુરીટી ગાર્ડ અજીતભાઇ મહેશ્વરીને પોતાની ગનમાથી કોઈ અગમ્ય કારણોસર મીસ ફાયર થતા ઈજા પહોંચી હતી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઓસ્લો એસબીઆઈ બ્રાન્ચ બહાર સીક્યુરીટી ગાર્ડ અજીતભાઇ મહેશ્વરી બેઠા હતા ત્યારે અચાનક મીસ ફાયરિંગ થતા પોતાને જ ઈજા પહોંચી હતી આ બનાવ બનતા બેંકમા થોડો સમય અફડાતફડી મચી ગઇ હતી અને બેંકમા આવેલા ગ્રાહકો અને કર્મચારીઓમા ફફડાટની લાગણી ફેલાઈ હતી.
દરમિયાન બેંકના સીક્યુરીટી ગાર્ડની ગનમાથી મીસ ફાયરિંગ થયું હોવાનું અને તેઓ ઈજા ગ્રસ્ત થયા હોવાનું જણાતા તાત્કાલીક તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


