લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને રોડ નજીકના ગેરકાયદેસર થયેલા દબાણનું માર્કિંગ કરી દબાણકારોને સ્વૈચ્છિક દબાણ હટાવવા નોટિસો આપવામાં આવી છે ત્યારે દબાણ હટાવની કામગીરી સમયે ધાર્મિક દબાણો ન હટાવવાની માંગણી સાથે મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદિપુર વોર્ડ એક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અથવા તો માર્ગ નજીક કરવામાં આવેલા દબાણ અને દૂર કરવા દબાણ વિભાગ દ્વારા માર્કિંગ કરી આવા દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી હતી અને સ્વૈચ્છિક દબાણ કરવા સૂચના આપવામાં આવી છે ત્યારે મહાનગરપાલિકા દબાણ હટાવવાની કામગીરીમાં ધાર્મિક દબાણો ન હટાવે તેવી માંગ ઉઠી રહી છે.
ગાંધીધામ શહેરી વિસ્તારમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામ અને દબાણોને કારણે વિવિધ સમસ્યાઓ સર્જાય છે અમુક વિસ્તારોમાં તો લોકો દ્વારા જ દબાણો હટાવવાની રજૂઆતો થાય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને દબાણ હટાવવાની કવાયત હાથ ધરી હતી અને આશરે 35 જેટલા ગેરકાયદેસર બાંધકામ અથવા તો દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી છે મહાનગરપાલિકાની આ કામગીરી સમયે જ ધાર્મિક દબાણો ન હટાવવા માટેની રજૂઆત અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી.