લોકભાષા-ગાંધીધામ :
તાજેતરમાં ગાંધીધામ કો. ઓ. બેંકના ડાયરેક્ટરોની થયેલી બીન હરીફ વરણી બાદ બેંકના હોદેદારોની નિમણૂક કરવા માટે બેન્કના બોર્ડ ઓફ ડાયરેકટર્સની બેઠક મળી હતી જેમા ચેરમેન તરીકે પ્રેમભાઈ એસ લાલવાની અને વાઇસ ચેરમેન તરીકે મુકેશભાઈ લખવાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ગાંધીધામની જુનામાં જુની સહકારી બેન્ક કે જે વર્ષ ૧૯૫૧માં કાર્યરત થયેલી ધી ગાંધીધામ કો-ઓપરેટીવ બેન્ક લીમીટેડની હેડ ઓફીસ આદીપુર-કચ્છ મધ્યે અને બ્રાન્ચ ઓફીસ ગાંધીધામ-કચ્છ અને સિંધુ બાગ, ગાંધીધામ-કચ્છ મધ્યે આવેલ છે કે જે નાના માણસોની મોટી બેન્ક ગણાય છે તે બેન્કની ૭૩મી વાર્ષિક સાધારણ સભા ગત તારીખ : ૨૯-૦૯-૨૦૨૪ના રોજ રવિવારે સવારે ૧૧-૦૦ વાગ્યે પ્રભુદર્શન ઓડીટરીયમ હોલ, આદીપુર-કચ્છ મધ્યે મળી હતી જેમાં બહોળી સંખ્યામાં બેન્કના સભાસદો હાજર રહ્યા હતા. અને બેન્કની વાર્ષિક સાધારણ સભામાં હાજર રહેલા બેન્કના સભાસદોએ પોત-પોતાના સુચનો કર્યા હતા જે સુચનોની નોંધ લઇ ઘટતું કરવાની હૈયાધારણા આપવામાં આવી હતી.
બાદમા તા. ૦૫-૧૦-૨૦૨૪ના શનિવારના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે બેન્કના હોદેદારોની નિમણૂક કરવા માટે બેન્કના બોર્ડ ઓફ ડાયરેકટર્સની મળેલ બેઠકમાં આગામી અઢી વર્ષની મુદત માટે સર્વ સંમતિથી બેન્કના હોદેદારોની વરણી કરવામાં આવેલ જેમાં બેન્કના ચેરમેન તરીકે વરિષ્ઠ સક્રિય અનુભવી વડીલ આગેવાન પ્રેમભાઈ એસ. લાલવાણી અને બેન્કના વાઇસ ચેરમેન તરીકે યુવા, ઉત્સાહી તેમજ રાષ્ટ્રીય સ્તરે સિંધી સમાજની સેવા બજાવતા મુકેશ એચ. લખવાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. બેન્કના હોદેદારોની થયેલ વરણીને બેન્કના તમામ સભાસદો, માનવંતા ખાતાધારકો અને શુભેચ્છકો તરફથી ઠેર-ઠેર ખુબ જ આવકાર અને અભિનંદનો મળી રહ્યા છે તેવું બેન્કના ઇ.ચા. સી.ઇ.ઓ સુરેશ જી. કેસવાણીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.