લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ નગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા 20 દિવસમાં 40 સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તેને જુદી જુદી લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ગુણવત્તા અંગેની વિગતો બહાર આવશે.
આ અંગે ગાંધીધામ નગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટર આનંદ ઉદવાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તા. 3 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી ફૂડ સેફ્ટી પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કામગીરી અને કાર્યક્રમો સાથે સાથે ફૂડની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સેમ્પલો પણ લેવાના હતા.
જેના ભાગરૂપે ગાંધીધામ આદિપુર જોડિયા શહેરમાંથી આશરે 40 થી વધુ સેમ્પલો લેવામાં આવ્યા છે અને તેને વડોદરા અમદાવાદ સહિત જુદી જુદી સરકારના માર્ગદર્શન મુજબ સરકારી અને ખાનગી લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે ગાંધીધામ નગરપાલિકા દ્વારા આ પખવાડિયા અંતર્ગત વિવિધ ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં ભેળસેળ ન થાય અને હલકી ગુણવત્તાવાળી ખાદ્ય સામગ્રીનું વેચાણ ન થાય તેને ધ્યાને લઈ 40થી વધુ જગ્યાએથી સેમ્પલો લેવામાં આવ્યા છે અને આ સેમ્પલો અલગ અલગ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે આ લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ નગરપાલિકા દ્વારા લેવામાં આવેલા સેમ્પલો અંગેની માહિતી મળશે.