લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામમાં દર વર્ષે દીપોત્સવ પહેલા ફટાકડા બજાર ઊભી કરવામાં આવે છે ગાંધીધામ ફટાકડા એસોસિએશન દ્વારા કરવામાં આવતી કાર્યવાહી સામે અમુક વેપારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને આ વર્ષે પોતાની મનમાની ચલાવતા એસોસિયેશનના અમુક આગેવાનો સામે વેપારીઓએ બાયો ચડાવી છે અને અલગ બજાર ઉભી કરવાનું પણ નક્કી કર્યું છે.
ગાંધીધામ ફટાકડા એસોસિયેશન દ્વારા સ્ટોલ માટે તગડી ફી લેવામાં આવે છે પરંતુ સટોલની ફાળવણીમાં મનમાની કરવામાં આવે છે ત્યારે મામલતદાર દ્વારા ઊભી થનાર ફટાકડા બજારમાં સ્ટોલનો ડ્રો કરી તમામ વેપારીઓનો સમાવેશ કરવો જોઈએ તેવી પણ માંગણી ઉઠી રહી છે અમુક લોકો દ્વારા ફટાકડા બજારમાં બજારના પ્રવેશ સ્થળો ઉપર જ પોતાના સ્ટોલ ઊભા કરી અન્ય વેપારીઓને પાછળ સ્ટોલ ફાળવવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ આ અંગે ખરાઈ કરી વેપારીઓને ન્યાય અપાવવો જોઈએ.
એક તરફ તમામ સ્ટોલની કિંમત એક સરખી લેવામાં આવે છે વેપારીઓ પાસેથી સ્ટોલના તગડા રૂપિયા લેવામાં આવ્યા બાદ પણ તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે ચોક્કસ વ્યક્તિઓ દ્વારા ફટાકડા બજારની કમાન પોતાના હાથમાં રાખી ફટાકડા બજારને પોતાની બનાવી બેઠા છે તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.
ગાંધીધામ ફટાકડા બજારમાં જે વેપારીઓ સ્ટોલ મેળવવા ઈચ્છુક હોય તેમને મામલતદાર કચેરીમાં અરજી કરવાનું નક્કી થયું હતું અને જરૂરી આધાર પુરાવા આપવા જણાવ્યું હતું તો પછી સ્ટોલની ફાળવણી માટે પણ વહીવટી તંત્ર શા માટે જવાબદારી સ્વીકારતું નથી અથવા તો ઊભા થનારા તમામ સ્ટોલ નો ડ્રો કરવામાં આવે તેમ જવાબદાર એસોસિએશનના હોદ્દેદારોને સૂચના આપવામાં શા માટે પાછી પાણી કરી રહ્યું છે તેવા પણ સવાલો થઈ રહ્યા છે ગાંધીધામના દિનદયાલ પોર્ટ ઓથોરિટી હસ્તકના ગ્રાઉન્ડમાં છેલ્લા કેટલાક વર્ષોથી ફટાકડા બજાર ઊભી કરી તેમાં અલગ અલગ સ્ટોલ બનાવવામાં આવે છે પરંતુ આ સ્ટોલની ફાળવણી મનમાની રીતે થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
આ વર્ષે પણ દિનદયાલ પોર્ટ ઓથોરિટી હસ્તકના ગ્રાઉન્ડમાં ઊભા થનાર ફટાકડા બજાર માટે આશરે 123 જેટલી અરજીઓ થઈ છે ત્યારે જોવાનું રહ્યું કે આ વેપારીઓને સ્ટોલ ફાળવણી માટે યોગ્ય આયોજન અને ડ્રો સિસ્ટમ કઈ રીતે કરવામાં આવે છે બજારમાં ઊભા થનારા તમામ સ્ટોલનો સમાવેશ કરી અને ડ્રો કરી વેપારીઓને સ્ટોલ ફાળવણી કરવામાં આવી તે માટે મામલતદાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી આવશ્યક છે.