લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ આદિપુર જોડિયા શહેરમા દબાણો અને ગેરકાયદે બાંધકામોથી અનેક સમસ્યાઓ સર્જાય છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આદિપુરમાથી દબાણો દૂર કરવા કવાયત હાથ ધરી છે આશરે ૩૫ દબાણોને નોટીસ આપી કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદિપુર ૐ મંદિરથી ઘોડા ચોકડી સુધી જાહેર રોડ વિર્થમાં કરેલ દબાણો ને માર્કિંગ કરી આશરે ૩૫ ગેરકાયદેસર બાંધકામ કરનારાને નોટિસ આપવામાં આવી છે.
આ કામગીરી સમયે ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય રામાનુજ, ટીપીઓ નીરવ પટેલ, જીડીએના મનોજ ટીકવાણી, ગાયત્રી ગુપ્તા , અર્ણવ બૂચ, દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી, લક્ષ્મણ મહેશ્વરી અને તેમની ટીમ જોડાઈ હતી અને મહાનગરપાલિકાની હદમાં આવતા રોડ વીર્થના દબાણો સ્વેચ્છાએ દૂર કરવા જણાવ્યું હતું

