લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ મહાનગરપાલિકાનુ ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફર્યુ હતુ આદિપુરના ઘોડાચોકથી દબાણ હટાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રથમ દિવસે ૨૫ જેટલા દબાણો દૂર કર્યા હતા આ કામગીરી સમયે મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ તથા પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદીપુરમા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે સોમવારે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા આદીપુરના ઘોડા ચોકથી ઓમ મંદિર સુધીના દબાણો હટાવવા કાર્યવાહી હાથ ધરી હતી.
તાજેતરમાં જ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામનુ માર્કિંગ કરી દબાણકારોને ગેરકાયદેસર બાંધકામ દુર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજીત 400 નાના-મોટા દબાણો દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરી છે જેમાં પ્રથમ દિવસે આદિપુર રસ્તા ઉપર કાંચા પાક્કા દબાણો દૂર કરી દેવાયા હતા જયારે અમુક ગેરકાયદેસર બાંધકામ સ્વૈચ્છિક રીતે હટાવવામાં આવ્યા હતા.
ગાંધીધામ મહાનગરપાલિકા બનતા શહેરમા ગેરકાયદેસર બાંધકામ અને દબાણો દુર કરવા માટે રજુઆત અને ફરિયાદો બાદ આખરે કામગીરી હાથ ધરી છે અને આદિપુરના ઘોડા ચોકથી ઓમ મંદિર સુધીના વિસ્તારમાં પ્રથમ દિવસે કામગીરી કરવામાં આવી હતી.
ગાંધીધામ આદિપુર જોડિયા શહેરમા મોટાભાગના વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ અને રોડ વિર્થની જગ્યાઓ ઉપર દબાણો કરવામાં આવ્યા છે જેના કારણે ટ્રાફિક સમસ્યા ઉપરાંત મહાનગરપાલિકાને ડ્રેનેજ અને પાણીની લાઇનની મરામત કામગીરીમાં પણ મુશ્કેલી પડે છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


