લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સુંદરપુરી રામપથ રોડ ઉપર સવારથી દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી જેમાં 80 જેટલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા
સુંદરપુરી પાસે દબાણો દૂર કરવામાં આવ્યા હતા ગાંધીધામ મનપા દ્વારા સુંદરપુરીના રામપથ પર 80 દબાણ દૂર કરાયા હતા અતિક્રમણ હટાવ કામગીરી સવારથસાં જ સુધી ચાલુ રહી હતી
ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી
ગાંધીધામ મનપાના અધિકારીઓ અને વિજ તંત્રનો સ્ટાફ પણ આ કામગીરીમાં જોડાયો હતો કેટલાક લોકોએ સ્વેચ્છાએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી.
ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ ગેરકાયદેસર બાંધકામ અથવા તો દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે અગાઉ મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અથવા તો દબાણનું માર્કિંગ કરવામાં આવ્યું હતું અને સંબંધિત દબાણકારોને નોટીસ આપી દબાણ દૂર કરવાની જણાવવામાં આવ્યું હતું. પરંતુ દબાણો દૂર કરવાની તાકીદ કર્યા છતાં પણ દૂર ન કરવામાં આવતા આજે મહાનગરપાલિકા દ્વારા સુંદરપુરી વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સવારથી સુંદરપુરી રામપથ રોડ ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા અમુક લોકો દ્વારા સ્વેચ્છાએ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી જ્યારે અમુક દબાણો ઉપર ગાંધીધામ મહાનગરપાલિકાનું ફળી વળ્યુ હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરીમાં ગાંધીધામ મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


