લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ મામલતદાર કચેરીમાં બે દિવસથી જી સ્વાન નેટવર્ક બંધ રહેતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
ગાંધીધામ મામલતદાર કચેરીમાં બે દિવસથી જી સ્વાન નેટવર્ક બંધ રહેતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે ગાંધીધામ મામલતદાર કચેરીમાં લોકો મોટી સંખ્યામાં અરજદારો પોતાનો કામ કરવા માટે આવતા હોય છે અવર નવર નેટવર્ક બંધ રહે છે લોકો સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડે છે બીજી બાજુ આપણે ડિજિટલ ઇન્ડિયા વાતો કરીએ છીએ ત્યારે નેટવર્ક બંધ રહેશે તે શું
ગાંધીધામ મામલતદાર શહેર તાલુકા ગ્રામીણ વિસ્તારમાંથી આવતા લોકો પોતાનો ધંધો રોજગારી મૂકીને કચેરીમાં ઈ કેવાયસી રાશનકાર્ડ, આવકના દાખલા જાતિના દાખલા વગેરે કામો માટે આવતા હોય છે
હાલે ગાંધીધામ મામલતદાર કચેરીમાં લોકોને મુશ્કેલીના થાય તે માટે રાત્રે મોડા સુધી પુરવઠા નાયબ મામલતદાર પુષ્પાબેન વણકર તેમજ તેમનો સ્ટાફ કામ કરતા હોય છે તેમની કામગીરી સુંદરતા છે પરંતુ જી સ્વાન નેટવર્ક બંધ રહે છે તેમજ અવર નવર સર્વર ધીમો ચાલતું હોય છે. જેના લીધે લોકોના કામ થતા નથી અને ધર્મ ધક્કા ખાઈને પાછા ફરે છે જી સ્વાન નેટવર્કનુ કાયમી સોલ્યુશન થાય તેવી લોકોની માંગ ઉઠી છે તેમ
કચ્છ જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના લતીફભાઈ ખલીફાએ જણાવ્યું હતું.

