લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ ખાતેના ૨મત-ગમત સંકુલ સુભાષનગ૨મા થયેલી યુવાનની હત્યાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગાંધીધામ એ ડીવીઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગાંધીધામના સ્પોર્ટ્સ સંકુલ નજીક યુવાનને મારમારતા ગંભીર હાલતમાં સારવાર માટે રામબાગ હોસ્પિટલે ખસેડાયો હતો જયા તેનુ મૃત્યુ નિપજ્યું હતું જે અંગે ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશનએ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગાંધીધામ એ ડીવીઝન પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.ચૌધરીએ આરોપીઓને શોધવા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ હ્યુમન શોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી આરોપીઓ શંકર રામજીભાઈ પિંગલસુર (મહેશ્વરી) ઉવ.૨૭ રહે.મહેશ્વરીનગર ઝુપડાં ગાંધીધામ, નરેશ દેવરાજભાઈ ધુઆ (મહેશ્વરી) ઉવ.૨૪ રહે. સદગુરૂ સ્માર્ટ વિલેજ ભુજપુર તા.મુંદરા, પ્રેમ ખીમજીભાઈ જાંજીયા (મહેશ્વરી) ઉવ.૨૨ રહે.મહેશ્વરીનગર ઝુપડાં ગાંધીધામ અને નીતીન ગોપાલભાઈ ભર્યા (મહેશ્વરી) ઉવ.૨૫ રહે.મહેશ્વરીનગર ઝુપડાં ગાંધીધામને ઝડપી લીધા હતા.
આ બનાવ અંગે પોલીસ આપેલી વધુ વિગતો મુજબ ભોગ બનનાર દેશલપરના પાર્થ મહેશ્વરીને આરોપીઓ શંકર રામજીભાઈ પિંગલસુર તથા નરેશ દેવરાજભાઈ ધુઆએ તેઓની કૌટુમ્બીક બહેનો સાથે પ્રેમ સંબંધ હોઈ જે બાબતેનો ખાર રાખી પાર્થ મહેશ્વરીને દેશલપરથી ગાંધીધામ ખાતે બોલાવી ફોર્ડ ઈકો સ્પોર્ટ ગાડીમા રમત ગમત સંકુલમા લઈ જઈ અફેર બાબતે ઝગડો કરી લાકડાના ધોકા વડે મારમાર્યો હતો જ્યારે આરોપીઓ પ્રેમ ખીમજીભાઈ જાંજીયા તથા નીતીન ગોપાલભાઈ ભર્યાએ ધકબુશટનો માર મારતા શરીરમા ગંભીર ઇજાઓ પહોચતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
ગાંધીધામ પોલીસે આરોપીઓના કબ્જામાંથી ગુન્હામા ઉપયોગમા લેવામાં આવેલા લાકડાના ધોકા નંગ-૦૨, ફોર્ડ કંપનીની ઈકો સ્પોર્ટ ગાડી જેના રજી. નં. જીજે-૦૨-ડીએ-૩૦૦૮ કિંમત રૂપિયા પાંચ લાખ, હોન્ડા કંપનીની ડિઓ સ્કુટી જેના ચેસીસ નં. ME4JF39ALG0029752 કિંમત રૂપિયા ૧૫૦૦૦ એપ્પલ કંપનીનો મોબાઈલ નંગ-૦૧ કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦ મળી કુલ્લે કિંમત રૂપિયા ૬,૧૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


