લોકભાષા-ભુજ :
માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટસ કાઢવા મુદે ઈસમોએ યુવાન પર હુમલો કર્યાનો બનાવ બનવા પામ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ ફરીયાદી અર્જુન જીવણભાઈ મદારી સોલાર કંપનીમાં નોકરીએથી પરત આવી રહ્યો હતો ત્યારે સામાવાળા કરણસિંહ ભરતસિંહ જાડેજાએ ઈન્સ્ટાગ્રામનુ સ્ટેટસ મુકેલ જે ડીલીટ કરવા જણાવેલ તેમજ ગાળાગાળી કરી હાથમાં પહેરવાનુ કડુ માથાના ભાગે મારી ધકબુસટનો માર પણ માર્યો હતો. આ બનાવમાં કરણસિંહ તેમજ અર્જુનસિંહ જાડેજા અને અજાણ્યા બે ઈસમો સામે માંડવી મરીન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

